ડીસા એસીડબલ્યુ હાઇસ્કુલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના સાથે આખા ભારત દેશમાં હર ઘર તિરંગા અને તિરંગા રેલી નીકાળવાનું આયોજન થઈ રહ્યું છે .ત્યારે આજે ડીસા એસી.ડબલ્યુ હાઈસ્કૂલ થી ભવ્ય તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી ડીસા દ્વારા નીકળવામાં આવી હતી જેમાં ડીસામાં આવેલી અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ ભારત માતાકી જય ના નારા સાથે લાઈનબંધ એસીડબલ્યુ નીકળી બગીચા સર્કલ ફુવારા ગાંધી ચોક રીસાલા બજાર થઇ
પાછી એસી ડબલ્યુ હાઇસ્કુલ ખાતે આવી હતી જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા પૂવ સાંસદ હરિભાઈ ચૌધરી ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ બનાસકાંઠા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત પાણી પુરવઠા ચેરમેન અમિતભાઈ રાજગોર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ સવિતાબેન હરિયાણી સમાજ કલ્યાણ ચેરમેન નયનાબેન સોલંકી તમામ સ્કૂલના આચાર્ય સ્કૂલના શિક્ષક ગણ સાથે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ભવ્ય તિરંગા યાત્રા ડીસાના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા ફરીહતી આજે ડીસા શહેરમાં સાઈબાબા મંદિરના મુખ્ય દરવાજા પાસે ડીસા શહેરનો સૌથી ઊંચો તિરંગો પણ ફરકાવવામાં આવ્યો હતો.
આજની આ તિરંગા યાત્રામાં આખા ડીસા શહેર રાષ્ટ્ર ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું આખી તિરંગા યાત્રામાં ડીસાની મુખ્ય માગો તિરંગા ઓ થી સજ થયા હતા