રોડ અકસ્માતના બનાવો રોકવા માટે વરસામેડી તથા ભીમાસર ગામેથી પસાર થતાં ભારે-અતિ ભારે વાહનોને અન્ય રસ્તા પરથી ડાયવર્ટ કરવા પ્રાથમિક જાહેરનામું બહાર પડાયું
૦ ૦ ૦
હુકમ સામે વાંધાઓ કે સૂચનો દિન-૩૦માં મોકલી આપવાના રહેશે
ભુજ, બુધવારઃ
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલ બાગથી તથા અંબાજીનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા રજુઆત કરેલ છે કે વરસામેડી તથા ભીમાસર ગામે કંપનીઓ આવેલ હોવાથી કંપનીના માલસામાન માટે આવતા ભારે વાહનો વરસામેડી-એરપોર્ટ રોડ પરથી મુન્દ્રા-કંડલા જવા પસાર થાય છે. આ વિસ્તારમાં રહેણાંકની ઘણી બધી સોસાયટીઓ આવેલ છે અને ભારે વાહનોના કારણે અવાર નવાર અકસ્માતો થયેલ છે અને તેના કારણે લોકોના મૃત્યુ થયેલ છે. જેથી ભારે વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામુ બહાર પાડવાની માંગણી અન્વયે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન પેટા વિભાગ (પંચાયત) અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અંજાર પારોથી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અંજાર દ્વારા અહેવાલ મંગાવતા તેઓએ માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયત હસ્તકના વરસામેડી–એરપોર્ટ રોડ પર રહેણાંકની સોસાયટીઓ આવેલ છે અને આ ૨સ્તા પર ભારે વાહનોનો ટ્રાફિક રહે છે જેના કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે. જેથી અંજાર શહેરમાં પ્રવેશબંધી મુજબ ભચાઉ-ભીમાસર થઇ વરસામેડી ગામ પછી એરપોર્ટ રોડ થઈને શર્મા રિસોર્ટ (ગળપાદર તા. ગાંધીઘામ) ચોકડી થઇને મુંદરા જતાં નેશનલ હાઈવે તથા મુંદરા તરફથી મુન્દ્રા-ગાંઘીઘામ નેશનલ હાઇવે પર અંજાર ઓવરબ્રીજથી એરપોર્ટ ચોકડી-ગળપાદરથી એરપોર્ટ રોડનો ઉપયોગ કરી ભીમાસર થઇ ભચાઉ તરફ પરિવહન કરતા ભારે/અતિભારે વાહનોએ આ એરપોર્ટ ચોકડી -ગળપાદરથી એરપોર્ટ રોડ-વરસામેડી ગામના વિકલ્પે અજાપર-મોડવદર-મીઠીરોહર રરતાનો ઉપયોગ કરી શકાય તેમ હોઇ વરસામેડી-એરપોર્ટ રોડ વાળા રસ્તા પર ભારે/અતિભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામું બહાર પાડવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટથી અંજાર દ્વારા અત્રેને કરવામાં આવેલ દરખાસ્ત મુજબ રોડ અકસ્માતના બનતા બનાવો ઉપર નિયંત્રણ લાવવા માટે ભારે/અતિભારે વાહનોને આ રસ્તાઓ પરથી બંધ કરી વાહનોને ડાયવર્ડ કરવા હુકમો કરવા જરૂરી જણાય છે.
જેથી પ્રવિણા ડી.કે., જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છ-ભુજ ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભચાઉ-ભીમાસર થઇ વરસામેડી ગામ પછી એરપોર્ટ રોડ થઈને શર્મા રીસોર્ટ (ગળપાદર તા. ગાંધીઘામ) ચોકડી થઇને મુન્દ્રા-ગાંધીધામ નેશનલ હાઇવે તથા મુંદરા તરફથી મુંદરા -ગાંધીધામ નેશનલ હાઈવે પર અંજાર ઓવરબ્રીજથી એરપોર્ટ ચોકડી-ગળપાદરથી એરપોર્ટ રોડ થઇ ભીમાસર થઇ ભચાઉ રોડ તરફ પરિવહનો માટે ઉપયોગ કરતા એરપોર્ટ ચોકડી ગળપાદરથી એરપોર્ટ રોડ-વરસામેડી ગામ તરફના રરતામાં આવવા-જવા માટે ભારે/અતિભારે માલ વાહનો તે પ્રવેશબંધી ફરમાવવા તેમજ આ ભારે/અતિભારે માલ વાહક વાહનોને ભારે/અતિભારે માલ વાહક વાહનો ભચાઉ-ભીમાસર થઇ વરસામેડી ગામ પછી એરપોર્ટ રોડ થઈને શર્મા રીસોર્ટ (ગળપાદર તા.ગાંધીધામ) ચોકડી થઇને મુંદરા જતાં નેશનલ હાઇવે તથા મુન્દ્રા તરફથી મુન્દ્રા-ગાંધીધામ નેશનલ હાઇવે પર અંજાર ઓવરબ્રીજથી એરપોર્ટ ચોકડી-ગળપાદ૨થી એરપોર્ટ રોડ-વરસામેડીનો ઉપયોગ કરી ભીમાસર થઇ ભચાઉ તરફ પરિવહન કરતા ભારે/અતિભારે વાહનોએ આ એરપોર્ટ ચોકડી-ગળપાદરથી એરપોર્ટ રોડ-વરસામેડીના વિકલ્પે અજાપર-મોડવદર-મીઠીરોહર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તેવું ફરમાવેલ છે. આ હુકમ સામે કોઈ વ્યકિતને વાંધો કે સૂચન હોય તો તેઓએ પોતાના વાંધાઓ કે સૂચનો આ પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી ૩૦ દિવસમાં વાંધાઓ-સૂચનો મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. આ હુકમ અન્વયે સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો. પોલીસ અધિક્ષકશ્રી કે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અંજારના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનોને મુકિત આપવામાં આવશે.
ગૌતમ પરમાર/સીદીક કેવર ૦ ૦ ૦ ૦ ૦
#Dailyhunt #dailynews #gujaratinews