0000
બાગાયત ખાતાના “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ”
યોજના માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
૦૦૦
યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો આઈ-ખેડૂત
પોર્ટલ પર અરજી કરી શકશે.
૦૦૦૦
ભુજ, બુધવાર:
કચ્છ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો બાગાયત ખાતાના “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” કાર્યક્રમ હેઠળ અરજી કરી શકે તે હેતુથી આઇ-ખેડુત પોર્ટલ તા. ૦૬/૦૮/૨૦૨૨ થી તા.૦૩/૦૯/૨૦૨૨ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે બાગાયત ખેતી કરતા ખેડૂતમિત્રો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઈ–ગ્રામ કેન્દ્ર મારફતે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.
બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર માટે તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાય મળવા પાત્ર રહેશે. આ યોજના હેઠળ વ્યક્તિગત ખેડુત ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભ્યોને લાભ મળશે. આઇ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) માં અરજી કરી તેની પ્રીન્ટ સાથે જરૂરી સાધનીક કાગળો ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક (આધાર લીન્ક) ની નકલ સાથે દીન ૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૩૨૦, બીજો માળ, બહુમાળી ભવન, ભુજના સરનામે વહેલી તકે મોકલી આપવા જણાવવામાં આવે છે. વધુમાં યોજનાની જાણકારી માટે કચેરીનો રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૩૨-૨૨૨૭૬૩ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી એમ.એસ.પરસાણિયાની યાદીમાં જણાવાયું છે.
જિજ્ઞા વરસાણી