હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા જામનગર ખાતે શેરી નાટક ભજવાયું

 

જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી.શાહ ઉદ્યોગનગર માં આવેલ સંત કબીર સાહેબ નગર પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે અને વોર્ડ નંબર 13 ખંભાળિયા ગેટ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 13-14-15 ઓગસ્ટના રોજ યોજાનાર હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે પ્રચાર-પ્રસાર અર્થે NCD ની ટીમ દ્વારા દ્વારા શેરી નાટક ભજવાયું હતું, આ શેરી નાટક ના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ શેરી નાટકના આયોજનને સફળ બનાવવા માટે વોર્ડ નંબર 13 ના નોડલ ઓફિસર નયન ભટ્ટ અને સંત કબીર નગર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદસિંહ જાડેજા, ઉપ-પ્રમુખ રાજુભાઇ રેડી ,મંત્રી અનિરુદ્ધસિંહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.