દુધઇ તથા ભચાઉ પો.સ્ટે . વિસ્તારમાં થયેલ કેબલ વાયર ચોરીનાં ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરતી લોકલ કાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સબંધી બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એમ.એન.રાણા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓની આગેવાની માં પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી ટીમ અંજાર વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ કે દુધઈ વિસ્તારમાં ચાંદરાણી ગામની સીમ વાડી વિસ્તારમાં તથા ભચાઉ વિસ્તારનાં ગુણાતીતપુર વાડી વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં વીજ કેબલ વાયરોની ચોરી કરનાર આરોપીઓ મહિન્દ્રા કંપનીનો મીની ટેમ્પો દ્વારા વીજ કેબલ વાયર અંજાર તરફ વેચવા માટે આવી રહેલ છે . જેથી એલ.સી.બી.ની ટીમ દ્વારા અંજાર ખાતે સતા ૫૨ રોડ પાસે વોચ ગોઠવી નીચે મુજબનાં આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે દુધઇ પોલીસ સ્ટેશન ને સોપવામા આવેલ છે .

પકડાયેલ આરોપીઓનાં નામ ( ૧ ) અલ્તાફ અલારખા શેખ ઉ.વ. ૨૦ રહે . કનૈયાબે તા.ભુજ ( ૨ ) ઈસ્માઈલ ઓસમાણશા શેખ ઉ.વ. ૨૧ રહે . કનૈયાબે તા.ભુજ ( 3 ) રમેશભાઈ રવજીભાઇ આહિર ઉ.વ. ૨૬ રહે . મોડસર તા.ભુજ

 

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત કો ૫૨ વાય૨ ૧૭૦ કિ.ગ્રા.કિ.રૂ .૮૫,૦૦૦/ મહિન્દ્રા કંપનીનો મીની ટેમ્પો નંબર જીજે – ૧૬ – એયુ -૧૩૧૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦ / કુલે મુદ્દામાલ કિ.રૂ. ૧,૮૫,૦૦૦ /

 

શોધાયેલ ગુના ( ૧ ) દુધઇ પો.સ્ટે . ગુ.૨.નં. ૧૧૨/૨૨ ઇ.પી.કો.ક. ૩૭૯,૪૪૭,૪૨૭ ( ૨ ) ભચાઉ પો.સ્ટે . ગુ.૨.નં. ૩૦૪/૨૨ ઇ.પી.કો.ક. ૩૭૯

 

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .