મહામારીમાં મૃત્યુ પામનાર ગૌમાતાની આત્માની શાંતિ અને મોક્ષ પ્રાપ્તી માટે મહામૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરાયું

જીએનએ જામનગર: વર્ડ પાવર- લીફટિંગ ચેમ્પિયન અને ગુજરાત કિસાન કૉંગ્રેસના વાઈસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા દ્વારા ગૌવંશ ના રક્ષાર્થે, લમ્પી વાઈરસ મહામારી માંથી ગૌમાતા ને મુક્તિ મળે અને કોઈપણ ગૌવંશ નું અકાળે મૃત્યુ ના થાય અને લમ્પી વાઈરસ મહામારી માં મૃત્યુ પામનાર તમામ ગૌમાતા ની આત્મા ને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય તે સંકલ્પ સાથે ખીમરાણા ગામ ખાતે આવેલ પોરાણીક ખીમેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસ દરમ્યાન ૧.૨૫ લાખ મહામૃત્યુંજય મંત્રનું મહાઅનુષ્ઠાન* નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આજ જિલ્લા કૉંગ્રેસના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડિયા, જિલ્લા મંત્રી ચંદ્રસિંહ જાડેજા, અનૌપસિંહ જાડેજા, જામ તાલુકા કૉંગ્રેસના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા કૉંગ્રેસના પ્રમુખશ્રી રઘુભાઈ મૂંગરા, જિલ્લા ઓ.બી.સી પ્રમુખ કલ્પેશભાઈ હડિયલ જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ જાટીયા, ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય પોલુભા જાડેજા, દિનેશભાઇ કંબોયા, શક્તિસિંહ ચુડાસમા, ક્રીપાલસિંહ ઝાલા, કલ્પેશભાઈ રાવલ, આતથા કાર્યકરો અનુષ્ઠાન માં જોડાઇ દેવાધિદેવ મહાદેવ ની પૂજા કરી મહામૃત્યુંજય મંત્ર ના 108 જાપ કરી ગૌમાતા ને લમ્પી વાઈરસ માં થી મુક્તિ મળે તે માટે સૌ એ પ્રાર્થના કરી હતી.