*એસીબી સફળ ટ્રેપ*

 

ફરીયાદી : એક જાગૃત નાગરિક

 

આરોપી : કેતનગીરી રતનગીરી ગોસ્વામી,નોકરી- અ.હે.કો,વર્ગ-૩,ખોડિયાર ગેટ પોલીસ ચોકી, સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર

 

ટ્રેપની તા. ૨૧.૦૭.૨૦૨૨

 

લાંચની માંગણીની રકમ : રૂ.૨૩૦૦૦/-

 

લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૨૩૦૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨૩૦૦૦/-

 

ગુનાનું સ્થળ : હનુમાન ટેકરી, દશામાંના મંદિર પાછળ, ખુલ્લા ફાટક પાસે, જામનગર

 

ટૂંક વિગત :

આ કામના ફરિયાદી ઉપર દેશી દારૂનો નાનો કેસ બતાવી હેરાન પરેશાન અને તંગ નહીં કરવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂ.૪૦૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી, રકજકના અંતે રૂ.૨૩૦૦૦/- આપવાનું નક્કી કરેલ પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબી નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ

આધારે આજરોજ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. છટકા દરમિયાન આ કામના આરોપી એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી, પકડાઈ જઈ ગુનો કરેલ છે

 

નોંધ : ઉપરોક્ત આરોપીને એસીબી ખાતે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે

 

ટ્રેપિંગ અધિકારી :

શ્રી એ.ડી.પરમાર,

પોલીસ ઇન્સ્પેકટર,જામનગર તથા સ્ટાફ

 

સુપરવિઝન અધિકારી :

શ્રી એ.પી.જાડેજા ,

મદદનીશ નિયામક,

એસીબી રાજકોટ એકમ, રાજકોટ