*📌ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત*
વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે
FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે
મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ મળશે
e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય.
ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આવતીકાલે તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ e-FIR સેવાનો શુભારંભ થશે.
NFSU ગાંધીનગર ખાતે આયોજીત ભવ્ય કાર્યક્રમમાં e-FIR સેવાનો શુભારંભ થશે.
#icmnews
