ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 57માં જન્મદિવસ નિમિત્તે જામનગરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો
જીએનએ જામનગર: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 57 માં જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 57 જગ્યાએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર જિલ્લામાં જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તેવી જીલ્લા ખોડલધામ સમિતિ પોચીયા જેમાં મહિલાઓ પણ રક્તદાન કર્યું હતું.
જામનગર જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ અગ્રણી નરેશ પટેલના જન્મદિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવેલ.. વિગતો અનુસાર ખોડલધામ ટ્રસ્ટ અને સજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.11 મીના આજ રોજ જામનગર જિલ્લા ખોડલધામ સમિતિ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પનું યોજાયો જેમાં જિલ્લા ખોડલધામ કન્વીનર કાર્યકરો તેમજ મહિલા કાર્યકરોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું અને નરેશ પટેલના 57માં જન્મદિવસની ઉજવણી કરી છે. બીજી તરફ જામનગર જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 57માં જન્મદિવસ નિમિત્તે સાથે કેક કાપીને પણ ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઘણા દર્દીઓને લોહીની જરુર પડતી હોય છે અને કોઈવાર દર્દીને લોહી ન મળી શકતા મુશ્કેલીમાં મુકાવાનો વારો પણ આ વતો હોય છે.ત્યારે જન્મદિનની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવેતો તે એક ઉમદા કાર્ય ગણાય. ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશભાઈ પટેલના જન્મદિનને રક્તદાન શિબિરથી યાદગાર બનાવવા સંસ્થાના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આયોજકો દ્વારા વિવિધ રક્તદાતાઓને શિબિરમાં રક્તદાન કરવા જોડાયા હતા.
જ્યારે ખોડલધામ સમિતિ જામનગર કાર્યાલય ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો તેમાં જિલ્લા કન્વીનર વલ્લભભાઈ મુન્દ્રા શહેર કન્વીનર દિનેશભાઈ દોંગા લવજીભાઈ વાદી અને સી કે વસોયા તેમજ મહિલા કાર્યકરો પણ જોડાયા હતા અને ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરી હતી અને લોકોએ બ્લડ આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી