સેલંબા ગામે પરિણીત મહિલા ઉપર પતિ અને સાસરિયાઓ દ્વારા માનસિક શારીરિક ત્રાસ ગુજારવાની ફરિયાદ

 

પત્નીએ પોતાના પતિદેવ, સાસુ સસરા,નણંદ, દિયર સામે નોંધાવી ફરિયાદ

 

રાજપીપલા, તા.10

 

નર્મદાના સેલંબા ગામે પરિણીત મહિલા ઉપર તેના પતિ અને સાસરિયાઓ દ્વારા માનસિક શારીરિક ત્રાસ ગુજારતા

પત્નીએ પોતાના પતિદેવ, સાસુ સસરા,નણંદ, દિયર સામેમહિલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદનોંધાવીછે

 

જેમાંફરિયાદી રોશનીબેન સૌયબ પીંજારા ની પત્ની ઉ.વ.૨૩ ધંધો-ઘરકામ હાલ રહે.સેલંબા તા.સાગબારા જી.નર્મદા મુળ

રહે.બાગવાન ગલી નંદુરબાર તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)એ આરોપીઓ

(૧) સૌયબ રફીક્ભાઇ પીંજારા (૨)સાસુ-સકીલા રફીક પીંજારા (3)સસરા-રફીક કમરૂદ્દીન પીંજારા (૪)નણંદ-

આરજુ શરીફ પીંજારા(૫) નણંદોઇ-શરીફ શબ્બીર પીંજારા (૬)દિયર-ઇલ્યાસ રફીક પીંજારા તમામ

રહે.બાગવાન ગલી નંદુરબાર તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)સામે ફરિયાદ દાખલ કરી છે

 

ફરિયાદની વિગત અનુસાર આરોપી રફીકભાઈ ફરીયાદી બેનના પતિ થતા હોય જેઓ અવાર નવાર ઘરના

કામકાજ બાબતે ઝઘડો તકરાર કરી ગાળો બોલી હેરાન પરેશાન કરતા હતા.તેમજ

સાસુ,સસર ટોણા મારી હેરાન પરેશાન કરતા હતા.ને ઘરમાંથી નિકળી જા તેવુ કહી મહેણા મારતા. તેમના નણંદ,નણંદોઇ તેમજ દિયર ફરીયાદી ને કહેતા હોય કે તુ ઝઘડા કરાવે છે જેથી .અલગ રહેવા જવા કહી ઘરમાંથી કાઢી મુકેલ. જેથી ફરીયાદીબેનને આ તમામ ભેગા મળી એક સંપ

થઇ ગાળો આપી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી હેરાન કરી એક બીજાની મદદગારી કરી ગુનોકરતા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટ :દીપક જગતાપ,રાજપીપલા