*ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા ડો. શ્યામપ્રસાદ મુખરજી બલિદાન દિવસે “પુષ્પાંજલિ” અર્પણ કરાઈ*
જામનગર: ભારતીય જનતા પાર્ટીના સહસંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીનો બલિદાન દિવસના દિવસે શહેર ભાજપ કાર્યાલય ખાતે “પુષ્પાંજલિ” અર્પણ કરવામાં આવેલ તથા તેઓના જીવન કવન ઉપર ઉદબોધન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સમૂહગીતથી કરવામાં આવેલ.
શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મોરબીના પ્રભારી પ્રકાશ સોની, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ અધ્યક્ષ અને ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પવનહંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા વગેરે દ્વારા દીપ પ્રાગ્ર્ય કરવામાં આવેલ.
ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દારા સ્વાગત પ્રવચન માં ઉદબોધન કરવામાં આવેલ કે, ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ ઉપલક્ષયમાં આપણે સૌએ તેઓને “પુષ્પાંજલિ” અર્પણ કરી. ઉપરાંત આગામી સમયમાં મુખ્યત્વે વૃક્ષારોપણ તથા સદસ્યતા અભિયાન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ. વીરાંજલી કાર્યક્રમ અંગે શહેર સંગઠન, કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા જણાવેલ કે કાર્યક્રમ ખુબ સફળ રહ્યો, અને તેઓ વિશેષ થી જણાવેલ કે અનેક લોકોએ ફોન કરી એ કાર્યક્રમનું ફરી આયોજન કરવા અનુરોધ કરેલ છે. ગુજરાત પ્રદેશ મહામંત્રી માનનીય પ્રદીપસિંહ વાઘેલાએ જણાવેલ કે જામનગરમાં આ ૧૪ મોં કાર્યક્રમ હતો, અને હવે જ્યાં ક્યાંય કાર્યક્રમ થાય તેઓએ જામનગર શહેરની જેમ તૈયારીઓની પ્રેરણા લેવા સૂચવેલ છે, આ પક્ષના પ્રત્યેક કાર્યકર્તા માટે મોટી ઉપલબ્ધી છે, શહેરના પ્રત્યેક ઘરે નિમંત્રણ પાઠવા કાર્યકર્તા શહેર સંગઠન અને તમામ મોરચાએ જહેમત ઉઠાવેલ. તેઓ એ વિશેષ થી જણાવેલ કે જામનગર શહેરમાં હાલ ૪૫૦૦૦ થી વધુ સભ્યો પ્રાથમિક સભ્ય તરીકે જોડાયેલ છે, અને આગામી સદસ્યતા અભિયાનમાં ૨૫૦૦૦ જેટલા નવા પ્રાથમિક સદસ્યો જોડવા આયોજન કરવા સૂચવેલ. આ તબ્બકે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોનીનું સ્વાગત કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા એ આગામી કાર્યક્રમો વિષે માહિતી આપેલ. ભાજપ શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા ઉપાધ્યક્ષ કે.જી. કનખરાને સંગઠન સંરચનાની જવાબદારી તથા મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા અશ્વિનભાઈ તાળાને વૃક્ષારોપણ કાર્યક્રમના ઇન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવેલ, આ તબ્બકે આગામી દિવસમાં શહેરમાં પ્રત્યેક વોર્ડમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેશે, તથા વૃક્ષઓની જાળવણીની પણ ચિંતા કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના વોર્ડમાં સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી શહેર ઉપાધ્યક્ષ કે.જી. કનખરા દારા ૨૫ જૂન ના દિવસ ને અનુસંધાને જણાવવામાં આવેલ કે, એ દિવસ કાળો દિવસ રહ્યો હતો દેશ માટે. કોંગ્રેસ દ્વારા ૨૫ જૂન ૧૯૭૫ ના દિવસે કટોકટી લાદવામાં આવેલ. આ કાળા દિવસના દિવસે બ્લેક ડે ના પ્લે કાર્ડ સાથે દેખાવ કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેના વિશે માહિતી આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના પૂર્વ અધ્યક્ષ તથા મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન વિશે ઉદબોધન કરેલ. તેઓએ ઉદબોધનમાં જણાવેલ કે, એક સમય જયારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ઉપર પ્રતિબંધ લાડવાનો પ્રયાસ કરાયો ત્યારે લોકશાહી તથા રાષ્ટ્રવાદને જીવંત રાખવા માટે સાંસદમાં કોઈ પ્રતિનિદિતવા કરી શકે તે ઉદેશ થી જનસંઘ ની સ્થાપના કરાવમાં આવેલ. આઝાદી પછી કોંગ્રેસની સરકાર બની, બે મંત્રી કોંગ્રેસ ના ન હોવા છતાં સરકારમાં પ્રતિનિદિતવા કરી રહ્યા હતા, જેમાં એક ડો. શ્યામાપ્રસાદ મુખરજી હતા. ડો. શ્યામાપ્રસાદ મુખરજી આઝાદી પૂર્વે હિન્દૂ મહાસભાના અધ્યક્ષ રહ્યા. કોંગ્રેસની સરકારમાં રહેવા સમયે ડો. શ્યામાપ્રસાદ મુખરજીને પ્રતીત થયું કે કોઈ એવું માળખું હોવું જોઈએ જે રાષ્ટ્રવાદ માટે કઈક કરી શકે, એ સમયે અલગ અલગ સંગઠન કાર્યરત હતા.
આ સમયે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની મુલાકાત સંઘ સંચાલક ગુરુજી સાથે થઇ, સંઘએ માળખું ઉભું કરવા સહયોગ આપ્યો અને ડો. શ્યામાપ્રસાદ મુખરજી તથા પંડિત દીનદયાલ ઉપાધીયાંયજીએ જનસંઘની સ્થાપણા કરી. અને પ્રથમ ચૂંટણીમાં જનસંઘને સાંસદમાં ૩ સીટ મળી. ડો. શ્યામપ્રસાદ મુખરજી મૂળ બંગાળના હતા અને ઉચ્ચ શિક્ષણ મેળવેલ. તેઓ બંગાળ યુનિવર્સીટીના કુલપતિ રહ્યા. તેઓ બાળકો અને યુવાનોને રાષ્ટ્રવાદી વિચારો થી પ્રેરિત કરતા. આઝાદી પછી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવવા છતાં, એ વિસ્તારમાં દાખલ થવા માટે મંજૂરી લેવી પડતી, ત્યાંનો ધ્વાજ અલગ, સંવિધાન અલગ, તથા ત્યાંના મુખ્યમંત્રી ને વઝિરિઆઝમ કહેવું પડતું. ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ આ બાબતે વિરોધ કરેલ, અને કાશ્મિતમાં પણ ભારતનું સંવિધાન લાગુ થાય, ત્યાં પણ ભારતનો જ ઝંડો ફરકાવામાં આવેલ તેવી વાત રજુ કરેલ, માંગણી કરેલ. વિરોધ પ્રગટ કરવા તેઓ કાશ્મીર ગયેલ, અને ત્યાં તેઓ ને એક આઉટ હાઉસ જેવી ઇમારતમાં રાખવામાં આવેલ. તેઓની તબિયત નાદુરસ્ત બનતા કોંગ્રેસ સરકારએ સ્થાનિક તબીબો દ્વારા પ્રતીકાત્મક સમાન ઈલાજ જ કરાવવામાં આવેલ. પરંતુ અપૂરતા ઈલાજ ને કારણે ડો. શ્યામાપ્રસાદ મુખરજીનું નિધન થયું. એ બલિદાનના ફળ સ્વરૂપ હજારો શ્યામાપ્રસાદ મુખરજી જનમ્યા, જેઓ એ કાશ્મીર એ ભારત નું અભિન્ન અંગ છે તેવી માંગણી કરી. અને આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના પ્રયાસથી કાશ્મીર ભારત કાશ્મીરનું અભિન્ન અંગ બન્યું છે. આ તબ્બકે પ્રકાશભાઈ સોનીએ ઉદબોધનના છેલ્લા શબ્દોમાં જણાવેલ કે ડો. શ્યામાપ્રસાદ મુખરજીના કાર્યોને જીવંત રાખવાએ જ સાચી અંજલિ છે. કાર્યક્રમનું સફળ સંચાલન શહેર મહામંત્રી પ્રકાશભાઈ ભામણીયા તથા વિજયસિંહ જેઠવા એ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડો. વિમલભાઈ કગથરા, મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોની, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, મહામંત્રી પ્રકાશભાઈ ભામણીયા, વિજયસિંહ જેઠવા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, ગોવાશિપ યાર્ડના ડાયરેક્ટર હસમુખ હિંડોચા, પવનહંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પૂર્વ અધ્યક્ષ અશોકભાઈ નંદા, સહીત શહેર સંગઠનના હોદેદારો, મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, વોર્ડ સમિતિના હોદેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.