*અમદાવાદ*
ટોકિયો ખાતે ઓલિમ્પિકમાં ભારતના લાલ નીરજ ચોપરા એ પહેલો ઓલિમપિક ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર ભારતમા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા આતશબાજી સાથે ઉજવણી થઈ રહ્યી છે ત્યારે અમદાવાદના ખોખરા મેથોડિસ્ટ ચર્ચની સામે રમતગમત પ્રેમીઓએ પણ આતશબાજી અને મિઠાઈ થી મો મીઠું કરાવી ને ભવ્ય ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં બાલ અબાલ સૌ કોઈ નાગરિકો જોડાયા હતા. હાથમાં તિરંગા સાથે અને વંદે માતરમ ના નારા લગાવી નીરજ ચોપરા ઝિદાબાદના પોકારો થી વિસ્તારને ગજવ્યો હતો. 13 વર્ષ બાદ ટોકિયો ઓલિમ્પિકમાં પ્રથમ વાર ભારતને ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને ભારતનું ગૌરવ વધાર્યું છે જેના માટે દરેક ભારતીયને ગર્વ છે.