સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી તેની આજુબાજુના વિસ્તારની જમીનોના ભાવ ઊંચકાયા
ભદામ વાવડી બાયપાસ માટે જમીન સંપાદન થતાં ખેડૂતોને જમીનના ઓછા ભાવ મળવાની ભીતિ સેવતા નર્મદાના ખેડૂતો
નાંદોદમાં સંપાદિત જમીનોનું વળતર પેટે રૂ.1000થી 1200 સ્ક્વેર ફૂટનો ભાવ ચૂકવવાની કરી માંગ
માર્ગ અને મકાન મંત્રી
પૂર્ણેશ મોદી, સાંસદ ગીતાબેન રાઠવાને કરાઠા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર
રાજપીપલા, તા.22
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી તેની આજુબાજુના વિસ્તારની જમીનોના ભાવ ઊંચકાયા છે સરકાર ખેડૂતો પાસેથી જમીન ખરીદે જ્યારે તમે બીજા ભાવ મળે એવી આશંકા ખેડૂતો સેવી રહ્યા છે. તાજેતરમાં ભદામ વાવડી બાયપાસ માટે જમીન સંપાદન થતાં ખેડૂતોને જમીનના ઓછા ભાવ મળવાની ભીતિ સેવતા નર્મદાના ખેડૂતોએ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીનેતથા સાંસદ ગીતાબેન રાઠવાને
કરાઠા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં નાંદોદમાં સંપાદિત જમીનોનું વળતર પેટે રૂ.1000થી 1200 સ્ક્વેર ફૂટનો ભાવ ચૂકવવાની માંગ કરી છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતાં નર્મદાજિલ્લાની જમીનોના રાતોરાત ભાવોઊંચકાઈ ગયા છે. ત્યારે બાયપાસ
રોડમાં જતી જમીનોના ભાવો જો સરકાર નીચા ભાવે આપી સોનાની લગડી
જેવી જમીનોને સરકાર ચાંદીનાભાવે લઇ લેશે એવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી બાજુ
ઉત્તર ગુજરાત હોય કે અમદાવાદ,સુરત, વલસાડ વિસ્તારોમાં હાઇવે
કે રેલ લાઈન બને ત્યારે ત્યાંના
ખેડૂતોને સરકાર ઊંચા ભાવ આપેછે.અને ભરૂચ નર્મદાના ખેડૂતોનેનીચા ભાવ આપે છે એવી પરિસ્થિતિ તાજેતરમાં બની છે. એટલે ભદામથી
વાવડી રાજપીપળા વચ્ચે બાયપાસ રોડમાં સરકાર જમીન સંપાદિત કરે
એ પહેલા જ પોતાની જમીનોના ભાવ
1000થી 1200 રૂપિયા સ્ક્વેર ફૂટપર મળે એવી ખેડૂતોએ રાજ્યનામાર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીનેલેખિત રજૂઆત કરી છે.
ખેડૂતોની રજૂઆતમાં એવો
ઉલ્લખે કર્યો છે કે, હાલ નર્મદા
જિલ્લાની કોઈ પણ જમીનોના
ભાવ 1000થી 1200 સ્ક્વેર ફૂટનોભદામ ચિત્રવાડી,
છે. જ્યારેરાજપીપળા,
વડિયા, વાવડીથી
પસાર થતા હાઇવેમાં જે જમીનોખેડૂતોની જવાની તે ખૂબ કીમતી છેજે-તે ખેતર પર ખેતી કરીને ખેડૂતોજીવન ગુજારતા હોય જો સંપાદનમાં
ખેતર જતું રહેશે તો ખેડૂતોની
પરિસ્થિતિ ખૂબ ખરાબ થશે. એટલેરાજપીપળા બાયપાસ રોડમાં જેટલીજમીન જાય તેની કિંમત સરકાર1000થી 1200 રૂપિયા સ્ક્વેર ફૂટનો
ભાવ આપે એવી માંગ કરી છે.
એ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ પણ વળતરનો મુદ્દો ઉઠાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં જ જમીન સંપાદનના
બદલામાં યોગ્ય વળતરની માગ કરી છે. જમીન સંપાદનના બદલામાં અન્ય જિલ્લાઓના ખેડુતોની જેમ ભરૂચ અને નર્મદાના ખેડુતોને પણ
યોગ્ય વળતર મળે તેવી માગ મનસુખ વસાવાએ ઉઠાવી છે. આ બાબતે
આગામી દિવસોમાં તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ રજુઆત કરવાનાજોવાનું જણાવ્યું છે. ભરૂચ અને નર્મદામાં આવી રહેલાં નવા પ્રોજેકટ માટે ખેડુતોની
ખેતીલાયક જમીનો સંપાદિત કરવામાં આવી રહી છે.જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા