“સાગબારા ઘનશેરા ચેકપોસ્ટ ખાતે ઇન્ડીગો ગાડીમાં ૭૧.૭૨૫ કિલો અફીણના પોષ ડોડાના મુદ્દામાલ પ્રકરણમા
બે આરોપીઓને ૧૦-૧૦
વર્ષની સજા
બન્ને આરોપીઓ બાબુલાલ
વિશનોઇ તથા રમેશભાઇ વિશનોઇ બંનેને રૂા.૧૦૦,૦૦૦/-નો દંડ.
રાજપીપલા, તા.19
ઘનશેરા ચેકપોસ્ટ સાગબારા ખાતે પ્રોહીબીશન અંગે નાકાબંધીમાં હતાં તે દરમ્યાન
પી.એસ આઇ વાય એસ. શીરસાઠ તથા એસ.ઓ. જી શાખાના પી.એસ.આઇ એચ.જી
ભરવાડને ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેંકીંગ દરમ્યાન ટાટા ઇન્ડીગો ગાડીનં એમ.એચ.
૩૦ એલ. ૯૫૪૪ વાલી ગાડી લઇને આ કામના આરોપીઓ વિન અધિકૃત રીતે આંતર રાજયમાં
હેરા ફેરી કરી ગુજરાત રાજયમાં લઇ આવતા નાકાબંધી વાહનના ચેંકીંગ દરમ્યાન અફીણના પોષ
ડોડાનુ કુલ વજન ૭૧ કિલો ૭૨૫ ગ્રામના જિ. રૂા.૨,૧૫,૧૭૫/-ના સાથે મુદામાલ સાથે પકડાઇ
ગયેલ.આ કેસ રાજપીપલાનાની એડી.સેસન્સ કોર્ટ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે આરોપીઓને સુ૨વા૨ ઠેરવી દરેકને ૧૦ વર્ષનીસખત કેદ તથા રૂા.૧,૦૦,000/-નો દંડની સજા ફટકારતા પંથકમાં ચકચાર જાગી છે.
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટ એન.એસ.
સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ
જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ
હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ એકટની કલમ ૮(સી), ૨૦એ,બી, ૨૯ મુજબ
આરોપીઓ બાબુલાલ પ્રેમારામજી વિશનો તથા રમેશભાઇ હમારામ વિશનોઇ (મુળ રહે.બગોડા,
જિ. જાલોર)ના દરેક ને ૧૦ વર્ષની સજા અને રૂા.૧,૦૦,૦૦૦/- દંડ ફટકારતા પંથકમાં ભારેચકચાર જાગી છે
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા”