ગુજરાતમાં સતત 2 દિવસથી કોરોના બેવડી સદી મારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 225  કેસ નોંધાયા છે.

તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 141 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1186 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 06 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.