ઈડી વિરુદ્ધ જામનગર કોંગ્રેસના ધરણા
જામનગર
સંજીવ રાજપૂત
ઈડી વિરુદ્ધ જામનગર કોંગ્રેસના ધરણા
જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર ના ઈ ડી વિભાગ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરેલ્ડ કેસમાં કરવામાં આવતી સતત કનનડગત અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથકે પોલીસના અનાધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોરની સૂચના મુજબ બીજેપીની કિન્નાખોરી પ્રેરીત , કેન્દ્ર સરકાર ના ઈડી વિભાગ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરેલ્ડ કેસમાં કરવામાં આવતી સતત કનનડગત અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથકે પોલીસના અનાધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્યકત કરવા કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમના ભાગરૂપે જામનગર શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે જામનગર ઇન્કમટેક્સ ઓફીસનો ઘેરાવ કરી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં શહેર/જિલ્લા કૉંગ્રેસના તમામ કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, શહેર કૉંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, પ્રદેશ કૉંગ્રેસના ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરિયા, યુસુફભાઈ ખફી, પ્રદેશ કિસાન કૉંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, જિલ્લા મહિલા કૉંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા, શહેર કૉંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરા, જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદુભા જાડેજા, અનૌપસિંહ જાડેજા તાલુકા કૉંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, લાલપુર તાલુકા કૉંગ્રેસના પ્રમુખ દેવસીભાઈ બેડીયાવદરા, ધ્રોલ તાલુકા પ્રમુખ રમેશભાઈ, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ધ્રોલ શહેર પ્રમુખ અદનાન ઝંનર, કાલાવડ તાલુકા પ્રમુખ દીપકભાઈ વસોયા, કાલાવડ શહેર પ્રમુખ સંજયસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પ્રમુખ હિતેશભાઈ જોશી, શૈલેષભાઈ સુરેજા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા જે.પી મારવીયા, પી.આર જાડેજા, માલધારી સેલના ચેરમેન બાલુભાઈ લુણા, ગિરિરાજસિંહ જાડેજા, એસ.સી સેલ ના પ્રમુખ રમેશભાઈ પારધી, સેવાદલના પ્રમુખ જે.બી આંબલિયા, સેવાદળ ના શહેર પ્રમુખ અતુલભાઈ, યશવંતસિંહ જાડેજા, અમિતભાઇ સોનગ્રા, દિનેશભાઇ કંબોયા, ભરતભાઇ વારા, સાજીદ બલોચ, પ્રવીણભાઈ જેઠવા અને શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતીના સંગઠન ના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ, દરેક ફ્રન્ટલ સેલના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.