*સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લાઓમાં ABPSSનો સ્નેહમિલન સમારોહ સંપન્ન*
રાજકોટ : સંજીવ રાજપૂત: દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ – ભારત દ્વારા ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત ને આગળ વધારવાના ભાગરૂપે 33 જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અને જિલ્લા વાઈજ સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આ કાર્યક્રમ ને બહોળો પ્રતિસાદ સાંપડયો છે અને દરેક જિલ્લામાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ ઉપસ્થિતિ દર્જ કરાવી ABPSS નાં આ અભિયાન ને ઉષ્માસભર આવકાર આપ્યો છે.
સૌરાષ્ટ્ર નાં રાજકોટ જિલ્લાથી આ પ્રવાસ કાર્યક્રમ નો શુભારંભ થયો હતો જેમાં સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, એન. સી. મેમ્બર બાબુલાલ ચૌધરી, પ્રદેશ નાં પૂર્વ સંયોજક મીનાજ મલિક, રમેશભાઈ પટેલ સહિતનાં પદાધિકારીઓ જોડાયા હતા. સૌરાષ્ટ્ર નાં પ્રવાસ દરમિયાન ABPSS પદાધિકારીઓ ની રાજકોટ, જેતપુર, જૂનાગઢ, જામનગર, જામ ખંભાળીયા, દ્વારકા, પોરબંદર, વેરાવળ, સુરેન્દ્રનગર વગેરે શહેરોમાં સ્થાનિક પત્રકારો ની વિશાળ હાજરી માં સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં આગામી એક વર્ષમાં સમગ્ર રાજ્યમાં છત્તીસગઢ ની જેમ પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ થાય તે માટે સંગઠન દ્વારા જે પણ કાર્યક્રમો ની જાહેરાત કરવામાં આવશે તેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહેશે તે વાત નો પુનરોચ્ચાર કરાયો હતો. સૌરાષ્ટ્ર નાં તમામ જિલ્લામાં આ તકે સંગઠન પ્રભારીઓ ની નિમણુંક ને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમના દ્વારા ટૂંક સમયમાં સમગ્ર જિલ્લા અને તાલુકા કક્ષાની સંગઠન ની ટીમ ની જાહેરાત કરવામાં આવશે. જિલ્લામાં સંગઠન હોદેદારો ની પસંદગી સ્થાનિક પત્રકારો સંપૂર્ણ લોકતાંત્રિક ઢબે જ સાથે મળીને કરશે એવું નક્કી કરવામાં આવ્યું છે. ABPSS માં તમામ ક્ષેત્રનાં પત્રકારો નો અલગ અલગ વીંગ રચીને સમાવેશ કરવામાં આવશે તથા પીળું પત્રકારત્વ કરતા પત્રકારો ને સંગઠન થી દૂર રાખવામાં આવશે. દરેક જિલ્લામાં યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત પત્રકાર મિત્રો ને સંગઠન નાં આગામી આયોજનો અને ખાસ કરીને પત્રકાર કલ્યાણ નિધી ની યોજના થી વાકેફ કરવામાં આવ્યા હતા. 33 જિલ્લાનાં પ્રવાસ કાર્યક્રમ નો બીજો તબક્કો આગામી 5 જાન્યુઆરી થી શરૂ કરવામાં આવશે જેમાં ઉત્તર ગુજરાત નાં વિવિધ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. ત્યારબાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત નો પ્રવાસ કાર્યક્રમ યોજાશે. 33 જિલ્લાઓમાં મજબૂત સંગઠન રચાયા બાદ સંગઠન દ્વારા ગાંધીનગર ખાતે મહાસંમેલન યોજીને રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાનૂન નાં અભિયાન નો બુંગિયો ફૂંકવામાં આવશે.