ગેહલોતના ભાઈના કૌભાંડનો રેલો હવે ગુજરાત પહોંચ્યો: 10 સ્થળો પર CBIના દરોડા.
આજે સવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. CBIએ ગેહલોતના ભાઈ અને અન્ય 17 પર ફર્ટિલાઈઝર સબસિડીના દુરૂપયોગનો કેસ દાખલ કર્યો છે. જોકે રાજસ્થાનનો આ રેલો હવે ગુજરાત આવી પહોંચ્યો છે. ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી કરોડોની સબસિડી હજમ કરનારાના ડીસા, વડોદરા અને ગાંધીધામના કુલ 10 સ્થળોએ CBIએ દરોડા પાડ્યા છે.