બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ અને શક્તિ કપૂરના દિકરા સિદ્ધાંથ કપૂરની બોંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. સિદ્ધાંથને બેંગ્લોરથી કસ્ટડીમાં લીધો છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. બાતમીના આધારે પોલીસે એમજી રોડ પરની એક હોટલ જ્યાં પાર્ટી થઈ રહી હતી ત્યાં રેડ પાડી, પોલીસે ડ્રગ્સનું સેવન કર્યું હોવાની શંકા ધરાવતા લોકોના સેમ્પલ લીધા. શ્રદ્ધાના ભાઈનું નામ પોઝિટિવ સેમ્પલ રિપોર્ટમાં છે.