*આંતકવાદી સંગઠન અલકાયદાના હુમલાના ઈનપૂટના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા હાઈ એલર્ટ પર*

 

_જગત મંદિર દ્વારકાધીશ ખાતે સુરક્ષા વધારીને થ્રી લેયર કરાઇ છે._

_દ્વારકા જિલ્લો ત્રણ તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિ એ અતિ મહત્વ પૂર્ણ ગણાય છે._

 

_રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે._

 

_આતંકી સંગઠન અલકાયદા દ્વારા રાજ્યમાં હુમલાની ધમકી આપવામાં આવી છે._

 

_જેને લઈ દ્વારકાના ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવી ભીડ-ભાડવાળી જગ્યામાં પોલીસે ચાંપતી નજર રાખી છે._

 

_આતંકવાદી હુમલાના ઈનપુટને લઈ તંત્ર અને પોલીસે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે….._🖋️