*જામનગરમાં રામનવમીના તહેવારની પૂર્વ સંધ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે સંદર્ભે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું*
જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં આવતીકાલે રામનવમી ના તહેવારને અનુલક્ષીને શહેરમાં યોજાતી રામ સવારી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, તેની તકેદારીના ભાગરૂપે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા એસ.પી. ની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જામનગરના દરબારગઢ સર્કલ થી વિશાળ પોલીસ કાફલો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો હતો.
જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાય એસપી આર.બી. દેવધા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વી. કે. પંડ્યા, એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, એસ. ઓ. જી. ના પી.આઈ. બી.એન. ચૌધરી, સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા, સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી.ઝા તેમજ અન્ય તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને અન્ય વિશાળ પોલીસ કાફલો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો હતો. જામનગરના દરબારગઢ સર્કલથી બર્ધન ચોક, માંડવી ટાવર, ચાંદી બજાર, દીપક ટોકીઝ, રણજીત રોડ, બેડીગેઇટ, પંચેશ્વર ટાવર સહિતના સમગ્ર રૂટ પર વિશાળ સંખ્યામાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ એસપી ની રાહબરી હેઠળ પગપાળા ચાલ્યા હતા, જેઓની સાથે પોલીસ વિભાગના તમામ વાહનોનો કાફલો પણ જોડવામાં આવ્યો હતો.