સ્લેગ :- ” અમદાવાદ બાપુનગરથી અંબાજી આવેલા ભક્તને પ્રસાદના વેપારીએ કહ્યું પ્રસાદના 1360 નહિ આપે તો જીવતો જવા દેશુ નહિ , પ્રસાદીયાની લુખ્ખાગીરી હર્ષ સંઘવી બંદ કરાવે

 સમગ્ર વિશ્વમાં માં અંબાનું નામ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી તરીકે ઓળખાય છે .આ ધામમા માં અંબાના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી આવતા ભક્તો માતાજીના દર્શન કરવા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં આવે છે .અંબાજીને રાજ્ય સરકાર દેશનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવા જઈ રહી છે ત્યારે અંબાજી આવતા ભક્તો સૌ પ્રથમ લૂંટફાટ નો શિકાર બની રહ્યા છે.3 જૂનના રોજ અંબાજી આવેલા માઇભક્તોને ખુબજ કડવો અનુભવ થયો હતો અને ગુજરાતના વેપારીને ગુજરાતમાંજ ખુલ્લી ધમકી આપવામાં આવે તે ખુબજ ગંભીર બાબત છે છેવટે અમદાવાદ ના માઈ ભક્તે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.ગોપાલભાઈએ અંબાજીના પ્રસાદીયા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે અને પોલીસે પોલીસે 384,506(2) અને 114 મુજબ ગુન્હો નોંધીને વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અંબાજી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ બાપુનગર ખાતે રહેતા ગોપાલભાઈ અરજણભાઈ પટેલ (11,દિપક ભાવના કોલોની,ઇન્ડિયા કોલોની રોડ,બાપુનગર ) 3 જૂન ના સવારે અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ સર્કલ પર સવારે 10 વાગે પહોંચ્યા હતા.હું અને મારા 4 મિત્રો જે મુંબઈ થી આવેલા હતા તેમની ગાડીમાં પાટણ થી અંબાજી જેવો પહોંચ્યો ત્યારે સર્કલ પર મારી ગાડી રોકાવવામાં આવી હતી અને એક ભાઈ બાઈક લઈને અમારી ગાડી પાસે આવીને કહ્યું હતું કે આગળ રસ્તો બંદ છે ચાલો હું તમને પાર્કિંગનો રસ્તો બતાવું છું તેમ કહીને તે બાઈક વાળો અમારી ગાડી આગળ નીકળેલ અને તેની પાછળ અમે ગાડી લઈને પહોંચતા તેને અમારી ગાડી પાર્ક કરાવી અને કહ્યું કે આ સુંધા માતા પ્રસાદની દુકાન મારી છે અને તેને અમને પૂજાની 5 ટોપલી આપી જે એક ટોપલીનો ભાવ 251 જણાવેલ પરંતુ અમે 2 ટોપલી લીધી અને 500 રૂપિયા પ્રસાદના આપતા તે દુકાનદારે અમને કહ્યું કે જલ્દી જાઓ મંદિર બંદ થઇ જશે અને પાછા દર્શન કરીને આવો એટલે રૂપિયા આપજો અમે દર્શન કરીને પરત આવતા તે દિનેશ વણજારા દુકાનદારે મારી પાસે એક ટોપલીના 680 રૂપિયા કહ્યા અને કહ્યું કે તમારે 2 ટોપલીના 1360 રૂપિયા આપવા પડશે મેં કહ્યું કે તમે તો પહેલા કહ્યું હતું કે 251 રૂપિયા એક ટોપલીનો ભાવ છે તો બે ટોપલીના 502 રૂપિયાજ થાય છે તો અમે કેમ 1360 રૂપિયા આપીયે,આમ ત્યાં હાજર વેપારી દિનેશએ તેની પાસેની દુકાનથી મનીષ,રાહુલ અને રામુભાઇ ને બોલાવીને જણાવેલ કે રૂપિયા નહિ આપોતો તમને જીવતા જવા દઈશું નહિ તેમ કહીને આ લોકોએ અમારા ખિસ્સામાથી બળજબરીથી 1360 રૂપિયા કાઢી દીધેલ અને જણાવ્યું કે આ અમારું અંબાજી છે .આમ અમે બહારના હોઈ અને અમને ડર લાગતા અમો ત્યાંથી નીકળી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.

@@ એફઆઈઆર નોંધાયા બાદ પણ પ્રસાદીયા કઈ રીતે અહીં ઉભા છે ? પોલીસની કામગીરી સામે જ સવાલ ! @@

 

અંબાજી ના ઇતિહાસમાં પહેલીવાર આવી ગંભીર ઘટના 3 જૂનના સવારે 10 વાગે બની તેમ છતાંય ગબ્બર 51 શક્તિપીઠ સર્કલ પર અત્યાર સુધી પ્રસાદીયા માથાભારે ફોલ્ડરો ગેર કાયદેસર ઉભા રહી અંબાજી આવતી ગાડીઓને ઊંધા રસ્તે લઇ જઈને મોટામોટા બીલો બનાવી રહ્યા છે.અમદાવાદના ગોપાલભાઈ જેવા ભાગ્યેજ ઓછા લોકો પોલીસ ફરિયાદ નોંધાવે છે.અમદાવાદના ગોપાલભાઈ પટેલને અંબાજીનો માથાભારે પ્રસાદનો ફોલ્ડરીયો દિનેશ વણઝારા એવી ધમકી આપે કે આ અમારું અંબાજી છે તને જીવતો જવા દઈશું નહિ તો કાયદો વ્યવસ્થા છે ક્યાં ? અંબાજી પોલીસ કેમ હજુ સુધી યાત્રિકોને ઊંધા રસ્તા લઇ જતા અને માર્ગો પર ગેર કાયદેસર ઉભા રહેતા પ્રસાદીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા નથી.

અંબાજી માં ચાલતી ચર્ચા મુજબ કોઈ વી વણઝારા દર મહિને અંબાજી પોલીસને હપ્તો આપે છે અને એટલેજ આવા પ્રસાદના ફોલ્ડરો ગબ્બર 51 શક્તિપીઠ સર્કલ,અંબાજી મંદિર સામે અને જૂનાનાકા પાસે માર્ગો પર ગેર કાયદેસર ઉભા રહે છે.જીલ્લા પોલીસવડા અને ગૃહમંત્રી કાયમી ધોરણે આવા પ્રસાદીયા ફોલ્ડરો પર પ્રતિબંદ લગાવે.ખોડીવડલી આગળ ઉભો રહેતો માથાભારે વિકી પ્રસાદીયો પોલીસ અધિકારી જેટલો પાવર ધરાવે છે આવા માથાભારે તત્વો સામે પોલીસ કેમ પગલાં ભરતી નથી.

 

@@ અંબાજી આવતા તમામ ભક્તો આવા પ્રસાદીયાની વાતોમાં ન આવે અને શક્તિદ્વાર,આઠ નંબર ગેટથીજ પ્રવેશ કરે દર્શન માટે @@

 

અંબાજી બસ સ્ટેન્ડ થી પ્રસાદીયાની દાદાગીરી શરુ થાય છે.અંબાજી આવતા ભક્તોની ગાડીઓને કાયદેસર ઊંધા રસ્તે લઇ જવામાં આવે છે અને તેમની પાસે પાર્કિંગના નામે મોટી રકમ પડાવવામાં આવે છે.ત્યારબાદ તેમને પ્રસાદના નામે વસ્તુઓ પકડાવી પાછા આવો દર્શન કરીને ત્યારે રૂપિયા આપજો તેવું કહીને મોટી રકમ પડાવવામાં આવે છે. આ દુષણ જો તાત્કાલિક ધોરણે બંદ નહિ કરવામાં આવે તો માઈ ભક્તો લૂંટાતા રહેશે,અંબાજી આવતા માઈ ભક્તો ને નમ્ર વિનંતી છે કે અંબાજી મંદિર દર્શન માટે શક્તિદ્વાર ગેટ અને આઠ નંબર ગેટનો ઉપયોગ કરવો.પ્રસાદ વસ્તુઓ અંબાજી મંદિરની દુકાને થી ખરીદવાનો આગ્રહ રાખો અને જો અન્ય દુકાને થી ખરીદો ત્યારે પહેલા રૂપિયા આપીને પ્રસાદ ખરીદવો.અંબાજી મંદિરનો માન સરોવર ગેટ કાયમી ધોરણે બંદ હોઈ તે માર્ગનો ઉપયોગ કરવાનો ટાળવો.જો કોઈ પ્રસાદીયા વધુ હેરાન પરેશાન કરે તો તેનો વિડિઓ બનાવીને પત્રકારો સુધી મોકલી આપે.

 

@@ અંબાજી મંદિર કેમ જગ્યા જગ્યા પર બોર્ડ લગાવતું નથી કે મંદિર દર્શનનો ગેટ આ તરફ છે @@

 

અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ અને કલેક્ટર કમ ચેરમેન આનંદ પટેલ આ બાબતે અંબાજી આવી સ્થળ પર પોલીસને કાયમી મનાઈ હુકમ કરે કે કોઈપણ પ્રસાદીયો ફોલ્ડર યાત્રિકોને ખોટા રસ્તે લઇ જશે નહિ .અંબાજી મંદિર ટ્રસ્ટની કમિટીમાં જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડા જોડાયેલા છે તેમ છતાંય અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આજદિન સુધી ગબ્બર 51 શક્તિપીઠ સર્કલ થી લઈને અલગ અલગ જગ્યા પર યાત્રિકો વાંચી શકે તેવા કોઈજ બોર્ડ લગાવેલા નથી.અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ગુજરાતી અને હિન્દીમાં બોર્ડ લગાવવા જોઈએ અને દર્શન માટે શક્તિદ્વાર અને 8 નંબર ગેટ રાખવામાં આવ્યો છે તેમ ઉલ્લેખ કરવો જોઈએ.

 

@@ ગુજરાતના લોકોને જો આવી ધમકી મળતી હોય તો અન્ય રાજ્યના લોકોની શું હાલત કરતા હશે પ્રસાદીયા @@

 

અંબાજી ખાતે 3 જૂનના સવારે 10 વાગે ગુજરાતના મુખ્યમથક અમદાવાદ ના બાપુનગર થી ગોપાલભાઈ પટેલ અને તેમના મિત્રો દર્શન કરવા આવે છે તેમને અંબાજીના માથાભારે પ્રસાદીયા ફોલ્ડરો બંદ રસ્તા તરફ લઇ જાય છે અને તેમની પાસે નક્કી કરેલા રૂપિયા કરતા વધુ રૂપિયા ખિસ્સામાથી કઢાવી લેવામાં આવે છે અને દિનેશ વણઝારા અને તેની ટોળકીના માથભારે તત્વો ધમકી આપે છે તે કેટલું યોગ્ય છે.ગુજરાતીઓ સાથે અંબાજીના માથાભારે તત્વો લુખ્ખી દાદાગીરી કરે તે કેટલી વ્યાજબી છે.ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

 

@@ મોટાભાગની પ્રસાદની દુકાનો પર ભાવપત્રક નથી! @@

 

અંબાજી ખાતે શક્તિદ્વાર સામે ,માનસરોવર પાસે અને જૂનાનાકા પાસે સૌથી વધુ યાત્રિકોને પ્રસાદના નામે ઉલ્લુ બનાવવામાં આવે છે અને ગત વર્ષે પ્રસાદનો પ્રશ્ન ગંભીર બનતા થોડા દિવસ બધુ ચાલ્યુ પરંતું ફરીથી અંબાજી મા સૌથી વધારે પ્રસાદના નામે લૂંટફાટ ચાલુ થઇ ગઈ છે અને મોટાભાગની પ્રસાદની દુકાનો પર કોઈજ ભાવપત્રક લગાવવામાં આવ્યુ નથી.ધાર્મિક લૂંટારા થી સાવધાન ની પોસ્ટ આવતી રહે અને જતી રહે પણ પોલીસ કે વહીવટી તંત્ર આ બાબતે કોઈજ પગલાં ભરતી નથી અને જેનો સૌથી મોટો ભોગ માઈ ભક્તો બની રહ્યા છે અંબાજી ખાતે વિવિધ જગ્યા પર યાત્રીક સેવા પોઇન્ટ શરુ કરવાની માંગ પ્રબળ બની છે.