જામનગરના ધ્રોલમાં પ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરતો રાજપૂત સમાજ
જામનાગર: ધ્રોલ રાજપૂત યુવા શક્તિ ગ્રુપ અને રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ધ્રોલમા પ્રથમ વખત મહારાણા પ્રતાપ ની જન્મજ્યતી ની ઉજવણી કરવામા આવી હતી. દિપસિહજી રાજપુત છાત્રાલય થી ગાંધી ચોક ખાતે ધ્રોલ ઠાકોર સાહેબ ના સ્ટેચ્યુ ને ફુલહાર કરી ત્રિકોણ બાગ સુધી બાઈક રેલી સ્વરૂપે ધ્રોલ ત્રિકોણ બાગ ખાતે મહારાણા પ્રતાપ ના ફોટા ને ફુલહાર કરવામાં આવ્યા.
રાજપૂત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા ત્રિકોણ બાગ ખાતે મહારાણા પ્રતાપનુ સ્ટેચ્યુ મુકવામાં આવે એવી રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકા પ્રમુખ ને લેખીતમાં માંગ કરવામાં આવી.
આ રેલી માં રમજુભા જાડેજા (જાબીડા) લખધીરસિહ જાડેજા (જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન) પ્રદ્યુમનસિંહ જાડેજા (ધ્રોલ દિપસિહ રાજપૂત છાત્રાલય પ્રમુખ) પોલુભા જાડેજા (ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ)પોલુભા જાડેજા (ધ્રોલ તાલુકા પંચાયત વિપક્ષ નેતા) મનસુખભાઇ પરમાર ગોવિંદભાઈ દલસાણીયા (કારોબારી ચેરમેન)વિરેન્દ્રસિંહ જાડેજા (સરપંચ સંગઠન પ્રમુખ) ધર્મેન્દ્રસિંહ જાડેજા (હજામચોરા સરપંચ) ઉપેન્દ્રસિંહ જાડેજા (રાજપૂત યુવા શક્તિ ગ્રુપ પ્રમુખ) સંજયસિંહ જાડેજા (કોર્પોરેટર) પ્રદિપસિંહ જાડેજા(મહામંત્રી ધ્રોલ તાલુકા ભાજપ) બ્રિજરાજસિહ જાડેજા (સદસ્ય ધ્રોલ તાલુકા પંચાયત) મહેન્દ્રસિંહ જાડેજા (સદસ્ય ધ્રોલ તાલુકા પંચાયત) મયુરસિહ જાડેજા,જીજુભા જાડેજા,અનોપસિહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, સહદેવસિહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા,તેમજ રાજપૂત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.