*ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી શનિવારે સવારે રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ,નવસારી ના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી. આર.પાટિલ,મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર,રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને અધિકારીઓએ વડાપ્રધાનશ્રી નું સ્વાગત કર્યું હતું*

*વડાપ્રધાનશ્રી રાજકોટ નજીક આટકોટમાં નવનિર્મિત અદ્યતન હોસ્પિટલ ના લોકાર્પણ માટે તેમજ ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજિત સહકાર સે સમૃદ્ધિ સંમેલનમાં પ્રેરણા માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેવાના છે*