*ભારતના કૃષિ પ્રાધાન્ય અર્થતંત્રના વિકાસના ભાવિને ડામાડોળ કરતું બજેટ*

કોમોડિટી વર્લ્ડ અને કૃષિપ્રભાતના તંત્રી મયૂર મહેતાના જણાવ્યા મુજબ કૃષિપ્રધાન ભારતની ૬૦ ટકા પ્રજા ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, ભારતને પાંચ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ઇકોનોમી બનાવવાનાં અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં આમપ્રજાને દેખાડવામાં આવ્યાં છે ત્યારે બજેટમાં ક્રાંતિકારી પગલાંની જાહેરાત થવાની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પણ કમનસીબે નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં કોઇ ક્રાંતિકારી પગલાં લેવાયાં નથી. ૧૬ મુદ્દાના એક્શન પ્લાનમાં બે-ત્રણ મુદ્દાઓ અને કૃષિ વાવેતર તથા એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટાને સચોટ કરવાની જાહેરાત કરાઇ; તે સિવાય કૃષિ ક્ષેત્રનો ઠોસ અને લાંબાગાળાનો વિકાસ થાય તેવી કોઇ જાહેરાત કરાઇ નથી.