અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે.
જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન ભરતી મેળો યોજાશે.અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીની તક મળી શકે તેવા હેતુથી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ૧૮ થી ૫૦ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવનાર રોજગાર ઈચ્છુકો માટે બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર, તેમજ સેલ્સ એક્ઝિક્યુટીવ, બેન્ક ઓફિસ ઓપરેટરની જગ્યા માટે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ લીમીટેડ શીતલ કુલ પ્રોડક્ટસ પ્રા.લી. માટે અનુબંધમ પોર્ટલના ડિજિટલ માધ્યમથી રોજગાર ઈચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન આગામી
તા. ૩૧ મે – ૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. આ ભરતી મેળો જિલ્લા રોજગાર કચેરી, સી બ્લોક, બહુમાળી ભવન-અમરેલી ખાતે યોજાશે. આ રોજગાર મેળામાં ભાગ લેવા ઈચ્છુકોએ કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સીકર તરીકે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણી કરાવવા માટે https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરાવી અને ત્યારબાદ પોર્ટલ પર લોગ ઈન કરીને પોર્ટલ પર જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. આ વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં. 6357390390 પરથી સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી