શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ વસ્તુઓ કે બાબતોનું વૈજ્ઞાનિક મહત્વ શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ધર્મોમાં શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી અનેક સામગ્રીઓ પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. જેમ કે
૧) તુલસી – જે ભગવાન કૃષ્ણને અતિ પ્રિય છે તેવું શાસ્ત્રોનું વિધાન છે. ભગવાનને ધરાવાતો ભોગ કે થાળ તુલસીપત્ર વગર અધૂરો માનવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ મેલેરિયાના મચ્છરોના ઉપદ્રવથી મુક્તિ આપતું તત્વ એ તુલસી છે. તુલસી શરદી, કફ, ખાંસી, તાવમાં અક્સીર છે. તુલસી કૃમિનાશક છે. આહારમાં રહેલા વિષતત્વોનું મારણ તુલસીપત્ર છે. જેથી ભગવાનના થાળ ઉપર તુલસીપત્ર મુકાય છે. ઘરમાં તુલસી હોય તો અમર્યાદિત પ્રમાણમાં ઓક્સિજન મળે છે. કારણ કે તુલસી દિવસ-રાત ઓક્સીજન આપે છે. એક કહેવત છે કે “જે ઘેર તુલસી અને ગાય તે ઘરે વૈદ ન જાય” આમ તુલસી એક વૈજ્ઞાનિક ઔષધિ છે એ દૃષ્ટિએ એને ધર્મ સાથે જોડી ઘર-ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા હિન્દુધર્મ દ્વારા થયેલી હોય એમ લાગે છે.
૨) વાંસળી – ફેફસાને વધુ બળવાન અને કાર્યક્ષમ બનાવતું જો કોઈ સંગીતનું સાધન હોય તો તે છે વાંસળી. વાસળી દ્વારા લોહીમાં ઓક્સિજન વધુ સારા પ્રમાણમાં ભળી શકે જેથી શરીર અને મગજના એકે-એક કોષ જીવંત બને છે. આમ વાંસળી આનંદ પ્રદાન કરવાની સાથે આરોગ્ય પ્રદાન પણ કરે છે. ૩) મોરપીંછ – જે મગજની ગ્રહણશક્તિને વધારે છે, એકાગ્રતા વધારે છે જેથી ધ્યાન કરતી વખતે આસનની નીચે મોરપીંછ રાખવાની સલાહ છે. નકારાત્મક ઉર્જાને દૂર કરી હકારાત્મક ઊર્જા આકર્ષવામાં મોરપીછ ઉપયોગી છે. જેથી નજર ઉતારવા કે તંત્રક્રિયામાં પણ મોરપીછનો ઉપયોગ થાય છે. મોરપીંછની ભસ્મ ઔષધી તરીકે ઉપયોગી છે. વળી મોરપીંછથી જીવાણુ કે જીવાત દૂર રહે છે. તે આરોગ્ય અને વિદ્યાપ્રાપ્તિમાં ઉપયોગી થાય છે.
૪) મલખમ કે કુસ્તી – જર્મનીના સંશોધન પ્રમાણે ઓછા સમયમાં વધુ કસરત મળે એવું કોઈ સાધન હોય તો તે મલખાંબ છે. વિશિષ્ટ પ્રકારનો મસાજ કુસ્તી દ્વારા પ્રાપ્ત થાય છે. જે શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટે આવશ્યક છે.
૫) ગાય- ગૌહત્યાને હિન્દુધર્મના ખૂબ મોટું પાપ માનવામાં આવે છે. જેની પાછળ ઊંડું વિજ્ઞાન રહેલું છે. કતલના સમયે ગાયના ભાંભરવાના અવાજથી ઇન્ફ્રાસોનિક કિરણો પૃથ્વી પર દબાણ ઉત્પન્ન કરે છે તે વધુ પ્રબળ હોય તો ધરતીકંપની શક્યતા વધી જાય છે તેવું ફિઝીક્સના પ્રોફેસર બજાજનું સંશોધન જણાવે છે. જેથી ગૌહત્યાને ધર્મમાં ઘોર પાપ ગણવામાં આવ્યું છે જેથી આવા કાર્યથી લોકો દૂર રહે અને આવનાર તકલીફથી બચી શકે. લંડનમાં પ્રકાશિત “ધી ન્યુ ટ્રેઝરી ઓફ સાયન્સ”માં જણાવ્યું છે કે પૃથ્વીની ચારે બાજુ હવાનું દબાણ એટલે કે એટમોસફીયર પ્રેશર હોય છે. અવાજના મોજા વધુ તીવ્ર હોય તો હવામાંથી પસાર થતી વખતે દબાણ (ઓછું-વધુ) સર્જે છે. જે કુદરતી આફતો માટે જવાબદાર હોય છે. ગાયની મા તરીકે પૂજા થાય છે. કારણ કે તેની બધી જ વસ્તુઓ ઔષધરૂપ છે. એક અભ્યાસ પ્રમાણે તેને યોગ્ય ચારો આપવામાં ન આવે કે ખોરાક વિષયુક્ત હોય તો પણ અમુક સમય સુધી તે વિષ ગળામાં ભરી રાખે છે. વિષતત્વો તેના દૂધમાં કે અન્ય જગ્યાએ જોવા મળતા નથી. જેથી તેને મા કહેવાય છે કેમ કે મા સર્વ દુઃખ ઉપાડીને પણ બાળકોને ઉત્તમ જ આપે છે. આવો જોઈએ ગાયની કઈ કઈ વસ્તુઓ વૈજ્ઞાનિક રીતે ઉપયોગી છે. ૧) દુધ (ગાયનું) – ગાયનું દૂધ વધુ ગુણકારી, પચવામાં હલકુ અને સ્ફૂર્તિ પ્રદાન કરનારું છે. પરંતુ જર્સી ગાયના દૂધ અંગે ઘણા સંશોધનો નકારાત્મક પરિણામો દર્શાવે છે એટલે આપણી દેશી ગાયનું દૂધ કે ગીરની ગાયનું દૂધ ઉત્તમ માનવામાં આવે છે. ૨) ગાયનું ઘી – શરીર તેમજ વાતાવરણની શુદ્ધિ માટે ઉત્તમ છે. જેથી યજ્ઞમાં ગાયના ઘીની આહુતિ અપાય છે. ગાયનું ઘી હોમ કે યજ્ઞમાં વાપરવાથી એસિટિલિન નામનો વાયુ ઉત્પન્ન કરે છે જે પ્રદૂષિત વાયુને ખેંચી લે છે. તેની સાથે બીજા ચાર વાયુ ઉત્પન્ન થાય છે, જે તન અને મનની વ્યાધિને દૂર કરે છે. ૩) ગાયનું ગોબર એ ઉત્તમ ખાતર છે. ઈટલીના સંશોધન અનુસાર છાણની વાસ માત્રથી તાવ અને મેલેરિયાના જંતુઓ દૂર થાય છે. રશિયાના અભ્યાસ અનુસાર ઘરમાં ગાયના છાણના લીપણથી UV કિરણોથી બચી શકાય છે. છાણને સૂકવીને બાળવાથી ઉત્પન્ન થતો વાયુ ઔષધિ તત્વોથી ભરપૂર છે. ગોબર સ્નાનથી અનેક રોગોથી બચી શકાય છે. ભારતના જયપુરમાં આ કાર્ય નિયમિત રૂપે થાય છે. છાણથી વીજળી ઉત્પન્ન થઇ શકે છે. ગાયના છાણમાં ફોસ્ફરસ મોટા પ્રમાણમાં હોય છે જે રોગોના જંતુઓનો ખાત્મો બોલાવે છે. ગાયનું છાણ વીજળીના ઝટકાને શોષી લે છે. કોઢ દૂર કરવા પણ છાણ ઉપયોગી છે. વાંદરો કરડ્યો હોય તો પણ છાણ લગાડવાથી પીડા દૂર થાય છે. ટી.બી.ના જંતુઓ છાણની વાસથી જ મરી જાય છે. સૂકી ખૂજલીમાં છાણ અક્સીર છે. રક્તની ખરાબી, વીર્યદોષ, ગુમડા વગેરેમાં છાણ ઉત્તમ પરિણામ આપે છે. મહારાષ્ટ્રમાં નેડેમકાકા નામના સંશોધકે છાણમાંથી સાબુ બનાવ્યો જેને માટે સરકારે પુરસ્કાર એનાયત કર્યો હતો. એમણે સાબુનું નામ રાખેલું “અંગરાજ સાબુ” ધૂપ અને અગરબત્તી પણ છાણમાંથી ઉત્તમ બની શકે જે ઉત્તમ પરિણામ આપી શકે. ૪) ગૌમૂત્રથી પણ વીજળી ઉત્પન્ન થઈ શકે છે. ગુરુકુળના સ્વામીએ ગૌમૂત્રથી ઘડિયાળ ચલાવી બતાવી હતી. ગૌમુત્ર કિટાણુનાશક છે તેનું માલીશ કરવાથી નિરોગી બનાય છે. ગૌ સેવા દ્વારા ભારતમાં સુખ-સમૃદ્ધિ હતી, આજે નથી કારણ કે ગૌહત્યા વધી ગઈ છે. જેની સામે ડેનમાર્ક જેવા દેશો ગૌસેવા અને ગૌસંવર્ધનથી ખૂબ સુખી છે. દુનિયાના 178 દેશોના યુનેસ્કો અને WHO દ્વારા થયેલા સર્વેમાં ડેનમાર્ક પ્રથમ સ્થાને છે જેમાં આરોગ્ય જેવા અનેક મુદ્દાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. જ્યારે તે સર્વેમાં ભારત 178 માંથી 125 માં સ્થાને છે. જે ખૂબ જ દયનીય અને ધૃણાજનક વાસ્તવિકતા કહેવાય. ગૌમૂત્ર પવિત્ર શા માટે? ગાયનું મુખ અપવિત્ર પરંતુ પીઢ પાછળનો ભાગ પવિત્ર એવું ધર્મગ્રંથોનું સૂચન છે જેથી ગૌમૂત્ર પવિત્ર ગણાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ગૌમૂત્રમાં ગંધક અને પારા જેવા તાત્વિક અંશ છે જેના સેવનથી ઘણા રોગો મટે છે. એક અભ્યાસ અનુસાર ગૌમૂત્ર કેન્સર જેવા રોગોમાં પણ ઉપયોગી છે.