ગોરા રેન્જમાં આવેલા બરખાડીગામે જંગલમાં પથ્થરમારોઃ બે વનકર્મીઓ ઘવાયા
હુમલા બાદ ગોરા રેન્જના કર્મીઓસ્થળ પર ખેત તલાવડી બનાવી દીઘી
રાજપીપલા, તા 25
નર્મદા જિલ્લાના બારખાડી ગામે ખેતતલાવડી આવેલ છે.આ મામલે
વનવિભાગની ટીમ પર સ્થાનિકોએપત્થર મારો કરતાંદોડ ધામ મચી ગઈ હતી.જેમાં બે બીટ ગાર્ડને
ગંભીર ઇજાઓ થઇ હતી.
જોકે આ બનાવની ગરૂડેશ્વર પોલીસમથકમાં ફરિયાદ નોધાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બારખાડીગામે એક ખેત તલાવડી બનાવવાની
હતી. જે માટે ગોરા રેન્જની વનકર્મીઓની ટીમ બારખાડી પહોંચીહતી. જ્યા કેટલાક સ્થાનિક લોકો
જંગલ જમીનનું ખેડાણ કરી રહયાહતા. જે અંગેની જાણ થતા ગોરા
રેંજના આર.એફ.ઓ વિરેન્દ્રસિંહઘરીયાની ટીમ ત્યાં પહોંચી હતી.
જમીન ખેડતા અટકાવવા જતા
સ્થાનિકો રોષે ભરાયા અને વન
કંર્મીઓની ટીમ ઉપર પથ્થરમારોશરૂ કરી દીધો હતો. જેમાં વનવિભાગના બીટગાર્ડ યતીશ તડવી,અને અંબાલાલ તડવી ગંભીર રીતે
ઘાયલ થયા હતા. ઘાયલ કર્મીઓનેતાત્કાલિક ગરૂડેશ્વર સામૂહિકઆરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાંઆવ્યા છે.
વનવિભાગપર હુમલો થતાં વન વિભાગ દ્વારાગામના આઠ લોકો સામે ગરૂડેશ્વર
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાંઆવી છે.એમની સામે
સરકારી કામમા
રૂકાવટ કરી વન વિભાગના સ્ટાફપર હૂમલો કરવાના ગુન્હાની ફરિયાદઆપીછે
આ અંગેગોરા રેન્જના આરએફઓવિરેન્દ્રસિંહ ઘરિયાએ જણાવ્યું હતું કે
જ્યારે પણ સ્થાનિકોને હટાવવા જઇએ
ત્યારે વનકર્મીઓ પરઅવાર નવાર હુમલા થાય છે
આદિવાસીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા જંગલની
જમીનો ખોદી ખેતી કરે છે પરંતુ સરકારના પ્રોજેક્ટો હેઠળ તેમનીજમીનો સંપાદિત કરવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા ડેડીયાપાડા ખાતે, હરિપુરાથી ઉપરના ગામોમાં
હુમલાઓ થયાનો રેકોર્ડ છે આ વખતે પથ્થર મારામાં બે કર્મીઓ ઘાયલથયા છે..વન વિભાગ આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરશે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા