જીન્સ અને ટીશર્ટ પહેરેલા યુવાનની લાશ બહાર કાઢી પી.એમ.અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડાયેલ

તળાજાના શેત્રુંજી નદીના નવા પુલ નજીકથી પટમાંથી આજે સવારે એક અજાણ્યા યુવાનની લાશ તરતી મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને લાશને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયેલ હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ તળાજા ખાતે શેત્રુંજી પરના નવા પુલ પાસે પટમાંથી અજાણ્યા વ્યક્તિની પાણીમાં તરતી લાશ જણાતા તુરંત જ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને લાશને બહાર કઢાવી જરૂરી કાગળો તૈયાર કરી તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવમાં આવેલ.

મૃતક યુવાને જીન્સ અને ટીશર્ટ પહેલ છે પરંતુ તેની પાસેથી ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.