સાવરકુંડલા તાલુકાનાં નવાગામ (જાબુંડા) ગામમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બે ઇસમોને કુલ કિં.રૂ.૭૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.

સાવરકુંડલા, તાલુકાના નવાગામ(જાબુંડ) ગામે, મોદા રોડ ઉપર આવેલ મંદિરની સામે ઘુસાભાઇ કાનાભાઇ વાણીયા, ઉ.વ.પર, રહે.નવાગામ(જાબુંડા), તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ નવાગામ(જાબુંડા) ગામની પાણીની મોટરનો કેબલ વાયર ૧૮૦૦ ફુટ કિં.રૂ.કિં.રૂ.૭૦,૦૦૦/- નો રાખેલ હતો. ગઇ તા.૨૭/૦૪/૨૦૨૨ . થી તા.૨૮/૦૪/૨૦રર દરમ્યાન કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ઘુસાભાઇએ ફરીયાદ આપતાં, અજાણ્યા આરોપી વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.રનું ૧૧૧૯૩૦૫૩૨૨૦૩૦૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હતો.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.

 

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને મળેલ બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.૧૮/૦૫/૨૦૨૨ ના રોજ સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ પાસે, વિજપડી રોડ ઉપરથી બે ઇસમોને મારૂતિ ફ્રન્ટી કાર સાથે ઉપરોકત ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં માં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ–

(૧) પ્રવિણ બાધાભાઇ પરમાર, ઉં.વ.૩૦, રહે.ગોરડકા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી. (ર) ચીમન પાંચાભાઇ વાઘેલા, ઉ.વ.૩૧, રહે.વિજપડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

 

પકડાયેલ મુદ્દામાલ:–

કેબલ વાયર ૧૫૦૦ ફુટ કિં.રૂ.૫૨,૫૦૦/- તથા મારૂતિ ફ્રન્ટી કાર રજી. નં. જી.જે.૦૪.ડી.૨૯૨૮ કિં.રૂ.૨૦,૦૦૦/ મળી મળી કુલ કિં.રૂ.૭૨,૫૦૦/- નો મુદ્દામાલ

 

પકડાયેલ આરોપી પ્રવિણ બાઘાભાઇ પરમારનો ગુનાહિત ઇતિહાસની વિગત:–

પકડાયેલ આરોપી પ્રવિણ બાધાભાઇ પરમાર અમરેલી જિલ્લાનો લીડ હીસ્ટ્રીશીટર છે તેમના વિરૂધ્ધ અમરેલી જિલ્લા ઉપરાંત રાજકોટ શહેર, ભાવનગર, જુનાગઢ જિલ્લાઓમાં નીચે મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે. (૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.ન. ૦૮/૨૦૧૪, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬૯૨) મુજબ

(ર) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે સે.ગુ.ર.નં. ૧૮૮૨૦૧૪, ઇ.પી.કો. કલમ ૨૭ તથા પ્રભુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ ૫, ૬, ૮ મુજબ.

(૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૪૮/૨૦૧૪, ઇ.પી કો. કલમ ૨૭૯ તથા પશુ પ્રત્યે પૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ ૧૧(ડી), ૧૧(એક) તથા પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો અધિનિયમની કમલ ૧૧(ઇ(એલ) મુજબ,

(૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ૬. ગુ.ર.નં.૪૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૪૨૭, ૧૨૦બી તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ, (૫) થોરાલા પો.સ્ટે. (રાજકોટ શહેર) પો.સ્ટે..ગુ.ર.નં.૭૮/૨૦૧૬. ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ, (9) નીલમબાગ પો.સ્ટે. (જિ.ભાવનગર) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૦૫૨૯૮૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૭) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૬૨/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૮) ભેસાણ પો.સ્ટે. (જિજુનાગઢ) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૦-૨૦૦૪૪૨/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

(૯) મનનગર (રાજકોટ શહેર) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૪૪૨૦૧૫૭૫૮૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૧૦) મહુવા પો.સ્ટે. (જિ.ભાવનગર) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૦૧૭૨૮૮૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૧૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૧૦૨૯૬૮૨૦૨૧ પ્રોહી. કલમ ૬૫એ)(એ) મુજબ. (૧૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૧૦૩૯૨૨૦૨૧ પ્રોહી. કલમ ૬૬(૧)(બી) મુજબ. છ પકડાયેલ આરોપી ચીમન પાંચાભાઇ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસની વિગત પકડાયેલ આરોપી ચીમન પાંચાભાઇ વાધેલા વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે.

(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.ન.૮૫/૨૦૧૮, પીઠી. ક્લમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ.

(ર) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૯૮૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

(૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૫૮૭/૦૨૦, પશુ પ્રત્યે ફરતા પ્રતિબંધ અધિનિયમની કલમ ૧૧(૧)ડી તથા ઇ.પી.કો.કલમ ૧૧૪ મુજબ

(૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ના૧૧૧૯-૦૫-૨૦૧૫/૨૭ઞ પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબ,

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી