આજ એક મહાન વ્યક્તિ નો જન્મ દિવસ છે.
1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અને ખમીરની હુ શું વાત કરું પરંતુ મને એક નાનો એવો પ્રસંગ યાદ આવે છે.
આઝાદી પછીનાં સમય દરમ્યાન રજવાડાં એકત્રીકરણ માટે જ્યારે વલ્લભભાઈ પટેલ પોતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને મળે છે ત્યારે વલ્લભભાઈ પટેલ અખંડિત અને એક ભારતની વાત જ્યારે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને કરે છે ત્યારે 1800 પાદરનાં ધણી પોતે સૌપ્રથમ પોતાનું રજવાડું વલ્લભભાઈ પટેલને સોંપે છે…. રજવાડું સોંપતી વખતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ પોતે પોતાની બધી જ સંપત્તિ આપી દે પરંતું મહારાણી સાહેબ ના દાયજામાં આવેલ સંપત્તિ માટે મહારાણી સાહેબ ને એક નોકર દ્વારા પુછાવવામાં આવે ત્યારે મહારાણી સાહેબ નો જવાબ આવે છે…. “હાથી જતો હોય તો એનો શણગાર પણ સાથે જ જાય એને ઉતારવાનો ના હોય.. “
વાહ શું ખાનદાની !!
એક પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નો આજે જન્મ દિન છે….. આજ આ પ્રજા ને જે રાજા થકિ અખંડિત ભારતનું નિર્માણ થયું તે રાજવી ને કોઈ યાદ પણ નથી કરતું તે બદલ જ દુ:ખ થાય છે…. આજના આ રાજકારણીઓ જ્યાં મત મળે તેના પગ પણ ચાટવાં મંડે પરંતું ક્યારેય આવી મહાન વ્યક્તિ ને યાદ નથી કરતાં… પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નું સુત્ર પણ હતું “મારી પ્રજાનું કલ્યાણ થજો