શેરડી કાપતા નર્મદા સુગરના મજૂરોને ગરમીમાં 5000
થી વધુ ઠંડી છાસની તથા નાસ્તાનું વિતરણ કરાયું
સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ
ટીમ સાથે 10 જેટલા શ્રમજીવીઓના વિસ્તારોમા જઈને છાસ નાસ્તાનું વિતરણ કર્યું
રાજપીપલા,તા.16
નર્મદા જિલ્લા મા હાલ 42 ડિગ્રી ઊંચો તાપમાનનો પારો ચઢ્યો છે.જેમાં ધોમધખતા તાપમા કરતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. હાલનર્મદા સુગરના શેરડી કાપતા મજૂરો દ્વારા શેરડી કાપણીનું કામ ચાલી રહ્યું છે પણ તેમની આ કામગીરી સામે અસહ્ય ગરમી વિલન બનીને આડે આવી રહ્યો છે. આ વાત નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના ધ્યાનમા આવતા માનવતાના નાતે મજૂરોમાટે શેરડી કાપવાનો સમય બદલી ઠંડા પહોરમાં વહેલી સવારે શેરડી કાપવાનુ અભિયાન શરૂ કર્યા મજૂરો ને ગરમીમા રાહત મળી હતી.
ત્યાર પછી ગરમીની સીઝનમા કામ કરતા મજૂરોના 10જેટલાં જુદા જુદા વિસ્તારોમાં તેમની સાથે જાતે સ્થળ પર પહોંચી ગયા હતા. અને તેમના ખબર અંતર પૂછી 5000થી વધુ વધુ ઠંડી છાસની તથા નાસ્તાનું વિતરણ કર્યું હતું
તેમણે જણાવ્યું હતું કે છાસ
ગરમીમાં અકસીર હોય છે.ગરમીમાંશરીરનું તાપમાન જાળવી રાખે છે.જમ્યા પછી છાસનું સેવન સ્વાસ્થ્ય માટે પણ સારુ હોય છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા