રાજુલા ટાઉન બીડી કામદાર વિસ્તારમા બાપા સીતારામના ઓટા પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જૂગાર રમતા કુલ-૦૪ ઇસમોને રોકડા રૂપિયા-૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા સર્વેલન્સ સ્કોડ
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે. જે. ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જિલલામાં જૂગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોડના અના.હેડ કોન્સ. બી.એમ.વાળા તથા ટાઉન બીટના એ.એસ.આઇ. ડી.ડી. મકવાણા વિગેરે પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે રાજુલા બીડી કામદાર વિસ્તારમાં આવેલ બાપા સીતારામના ઓટા પાસે જાહેરમાં ટ્યુબલાઇટના અંજવાળે જૂગાર રમતા કુલ-૦૪ ઇસમોને રોકડા રૂપિયા-૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી, સદર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.ફોટોગ્રાફ પકડાયેલ આરોપીની વિગત:-(૧) અલાઉદીનભાઇ ઉમરભાઇ ઝાંખરા ઉ.વ.૫૫ ધંધો.નિવૃત રહે.રાજુલા, કુંભાર વાડા શેરી નં-૬, અંબાજી માતાના મંદિર પાસે.(૨) ભરતભાઇ જીણાભાઇ ડોળાસીયા ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.રાજુલા, બીડી કામદાર, મસ્જીદ પાસે તા.રાજુલા જિ.અમરેલી.(૩) ફીરોઝશા દાદુશા દલ ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા, બીડી કામદાર, બાપા સીતારામના ઓટા પાસે જિ.અમરેલી(૪) અફઝલ અમીરભાઇ જાડેજા ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા બીડી કામદાર મસ્જીદ પાસે તા.રાજુલા જિ.અમરેલી આ કામગીરીમાં રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ તથા રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના UHC બી.એમ.વાળા તથા પો.કોન્સ. મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇનાઓ જોડાયેલ હતા.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી