હવે અમદાવાદના આ વિસ્તારને દિલ્હીનું શાહીનબાગ બનાવવા કરવામાં આવ્યું આહવાન.

દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર ન ફક્ત ભારત પણ વિદેશમાં પણ ચર્ચાતો વિસ્તાર છે. કેમ કે, CAAના વિરોધમાં અહીં છેલ્લા ઘણા મહિનાઓથી વિરોધ પ્રદર્શન પર લોકો બેઠાં છે. દિલ્હી ચૂંટણીમાં પણ શાહીનબાગને લઈ ઘણી રાજનીતિ થઈ હતી. અને દિલ્હી હિંસાનું પણ મુખ્ય કારણ સીએએનો વિરોધ જ હતો. તેવામાં હવે અમદાવાદના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થયો છે. વાઈરલ થયેલ આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, દિલ્હી બાદ હવે અમદાવાદનો વારો. અમદાવાદને શાહીનબાગ બનાવવા માટે અપીલ કરતું આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. પોસ્ટરમાં CAAના વિરોધમાં લીમડી ચોકમાં ભેગા થવા અને એક મહિના સુધી 3થી 6 વાગ્યા સુધી ધરણાંનો ઉલ્લેક કરવામાં આવ્યો છે.

અમદાવાદના દરિયાપુરને શાહીનબાગ બનાવવાનું આ પોસ્ટર વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, શાહીનબાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલને દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સંબંધિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. આ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે.
Sureshvadher only news group
9712193266