અમદાવાદ

 

અમદાવાદના નિકોલમાં ગાયનો આતંક, યુવતીને પછાળી ફેંકતા 6 ફ્રેક્ચર 15 ટાંકા લેવા પડ્યા

અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનેક વાર ગાયનો આતંક સામે આવા પામ્યો છે. ત્યારે એક્ટિવા ઉપર પોતાના મામાને ઘરે જતી યુવતીને ઘાયના આંતકનો ભોગ બનવું પડ્યું છે. પ્રગતિ ઘાનાણી એક્ટિવા લઈને મામાના ઘરે જવા નીકળી હતી. અને સોસાયટી પાસે શેફ્રોન બિલ્ડીંગ સુરભી ફ્લેટ પાસે રસ્તામાં ગાયને જોઈને ઉભી રહી ગઈ હતી. ત્યારે અચાનક ગાયે તેના ઉપર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં યુવતીને અલગ અલગ 6 જગ્યા ઉપર ફ્રેક્ચર અને 15થી વધુ જગ્યા ઉપર ટાંકા લેવા પડ્યા હતા. ત્યારે અનેકવાર નિકોલ વિસ્તારમાં ગાયોનો આતંક જોવા મળતો હોય છે. પરંતુ ઠોર પકડવાના અધિકારીઓના ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીને લઈને નાગરિકોએ અવારનવાર રખડતા ઠોરના આંતકનો ભોગ બનવું પડતું હોય છે