નાંદોદના આમલેથામાં પોલીસ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે જમીન ફાળવાઇ

 

 રાજપીપલા

નર્મદા જિલ્લા કલેક્ટરે પોલીસ તંત્રની માંગણીને ધ્યાને રાખીને નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં પોલીસ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે જમીન ફાળવણીનો હુકમ કર્યો છે.

આ આદેશ મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામના સર્વે નંબર ૨૬૭ (જુનો સર્વે નંબર ૭૬), ક્ષેત્રફળ હે.૧-૧૫-૪૯ આરેચોમી સરકારી પડતર જમીન પૈકીની એક હેક્ટર કરતા વધારે જમીન નર્મદા પોલીસને પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન અને પોલીસ સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે ફાળવવામાં આવી છે. જમીન ફાળવણી થતા હવે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અહીં પોલીસ તંત્ર માટે ઉક્ત સુવિધાનું નિર્માણ કરવાની કામગીરી કરવામાં આવશે.

 

સરકારી કચેરીઓની જાહેર હેતુસર જમીન માંગણીઓ પરત્વે ખાસ અંગત ધ્યાન આપી, પ્રોએક્ટિવ અને હકારાત્મક અભિગમથી જિલ્લા કલેકટર દ્વારા વિવિધ કચેરીઓને જમીન ફાળવણી કરવામાં આવેલ છે, તે અત્રે નોંધપાત્ર છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા