ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપલાના ચેરમેન એન બી મહિડાની ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના સહ ખજાનચી” તરીકે નિમણૂક કરાઈ
રાજપીપલા, તા.30
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપલાના ચેરમેન એન બી મહિડાની ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના સહ ખજાનચી” તરીકે નિમણૂક કરાઈ છે.
20 મી એપ્રિલ 2022 ના રોજ યોજાયેલી તેની બેઠકમાં રાજ્ય શાખા વ્યવસ્થાપન સમિતિ
રાજ્ય શાખાના અધ્યક્ષને અલગ-અલગ પેટા રચવા માટે અધિકૃત કર્યા હતા.
સમિતિઓ અને વિવિધ સમિતિઓમાં યોગ્ય સભ્યોની
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વગેરેની
નિમણૂક કરાઇ હતી જેમાં એન બી મહિડાની
સહ ખજાનચી” તરીકે નિમણૂક કરાતા ચેરમેન અજયભાઇ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
એન બી મહિડાએ રેડ ક્રોસ સોસાયટીમાં સૌથી વધુ રક્ત એકત્ર કરવાની કામગીરીમાં અગ્રેસર રહ્યા છે. કોરોના કાળમાં પણ તેમની રક્તદાન કેમ્પ યોજી રક્ત એકઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ચેરમેન તરીકે તેમની માનવતાવાદી કામગીરી ઉત્તમ રહી છે તેમને તેમની સારી કામગીરી માટે “રેવાનાં મોતી એવોર્ડ “સહીત અન્ય એવોર્ડથી તેમને સન્માનીત કર્યા હતા.
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા