26એપ્રિલ સુધી
1500 ક્યુસેક ખેડૂતોને નર્મદાનું
પાણી અપાશે
પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે પાણી આપવા મુખ્યમંત્રીનો નિર્ણય
રાજપીપલા , તા19
સરદાર સરોવર નર્મદા યોજના માં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં
ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી માનનીય મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજના ની નહેરો મારફતે એક પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે.
આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓ ને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને અનેક
ધારાસભ્યો,પદાધિકારીશઓ અને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા