રાજુલા ની સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થમેળાનુ સુંદર આયોજન

વિશ્વમા આરોગ્યની મોટામા મોટી યોજના આયુષ્માન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત સમગ્ર દેશમા આરોગ્ય મેળાનુ આયોજન થઈ રહેલ છે ત્યારે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા,ડીડીઓશ્રી દિનેશ રમેશ ગુરવ અને જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે આરસીએચઓશ્રી ડૉ.એમ.પી.કાપડીયા સાહેબ,જીલ્લા પંચાયત સભ્ય વિક્રમભાઈ શિયાળ,લાયન્સ ક્લબ ઓફ રાજુલાના સાગરભાઈ સરવૈયા,અધિક્ષક ડૉ.પી.જી.રાબડીયા અને ડૉ. જેઠવા સાહેબના હસ્તે હેલ્થ મેળાનો શુભારંભ કરાવેલ.

આ મેળામા ગાયનેકોલોજીસ્ટ ડૉ.નિકેશ નકુમ,એમડી ફિઝિશયન ડૉ.મેહુલ પટેલ,ઓર્થોપેડિક ડૉ.ગણપત સીસારા,પીડિયાટ્રીશયન ડૉ.દિનેશ કલસરિયા અને ડેન્ટિસ્ટ ડૉ.સુમિત સોલંકી સહિતના નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૬૦૦ ઉપરાંત દર્દીઓને નિ:શુલ્ક લેબોરેટરી,નિદાન,સારવાર અને દવાઓ આપવામાં આવેલ સાથે સાથે કોવિડ રસીકરણ,આયુષ્માન કાર્ડ,યુનિક હેલ્થ આઈ.ડી.કાર્ડ,બિનચેપી રોગોનુ સ્ક્રિનિંગ,ટેલીકન્સલ્ટિંગ,ઈ-સંજીવની ઓપીડી,ટીબી નિર્મૂલન કાર્યક્રમ સહિતની જુદી-જુદી આરોગ્ય વિષયક યોજનાઓનો એકજ સ્થળે લાભ આપવામા આવેલ.

આપકે દ્વાર આયુષ્માન યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત આયુષ્માન કાર્ડ દ્વારા ૨૬૮૧ જેટલી નિયત કરેલ પ્રોસિજર માટે સંલગ્ન સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉત્તમ પ્રકારની કેશલેસ સારવાર મળવાપાત્ર છે જે કાર્ડની કામગીરી આશા બહેનો દ્વારા કરવામા આવી રહી છે અને લોકો પણ જાગૃત બની કાર્ડ કઢાવી આ યોજનાનો વધારેમા વધારે લાભ લે તેવા પ્રયત્નો આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહયા છે.

આ સમગ્ર કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,ડૉ.દિનેશ મકવાણા,સુપરવાઈઝર સંજયભાઈ દવે,આર.બી.એચ.કે.ડોકટરો,તમામ સી.એચ.ઓ.,આશા ફેસિલિટેટર અને આશા બહેનો સહિતના હેલ્થ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હેલ્થ મેળાને સફળ બનાવેલ જે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયાની યાદીમા જણાવેલ છે.

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ