નર્મદા મર્ડર કેસમાં રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો
ACPના પિતાની નર્મદામાં પાવડાના ઘા મારી હત્યા કરાઈ હતી
ACP તરીકે બદલીના એક દિવસ અગાઉ જ તેમના પિતાની રૂપિયાની લેતી-દેતી મામલે હત્યા કરાઈ હતી.
ACP રાજેશ બારીયાની પ્રમોશન સાથે રાજકોટમાં નિયુક્તી થઈ છે
પહાડ ગામના પુલ પાસે
આરોપીઓએ સનાભાઇનને માથામાં તિક્ષ્ણ હથિયાર વડે મર્ડર કરી અકસ્માતમાં ખપાવી દેવાના ઈરાદે એકટીવા મોટરસાયકલ હાઈવે રોડ ઉપર નાખી દઈ મર્ડરકેસને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસકર્યો હતો
રાજપીપલા, તા.16
નર્મદા મર્ડર કેસમાં રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યાનો ભેદ ઉકેલાયોછે.ACP તરીકે બદલીના એક દિવસ અગાઉ જ તેમના પિતાની રૂપિયાની લેતી-દેતી મામલે હત્યા કરાઈ હતી.
રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યા કરાઈ હતી ACP રાજેશ બારીયાની પ્રમોશન સાથે રાજકોટમાં નિયુક્તી થઈ છે. આ અગાઉ રાજેશ બારિયા વડોદરામાં PI તરીકેની ફરજ બજાવતા હતા. ACP તરીકે બદલીના એક દિવસ અગાઉ જ તેમના પિતાની રૂપિયાની લેતી-દેતી મામલે હત્યા કરાઈ હતી. આ હત્યાને તેમના વતન નર્મદામાં અંજામ આપવામાં આવ્યો હતો. ACPના પિતાની નર્મદામાં પાવડાના ઘા મારી હત્યા કરાઈ છે. મોતને અકસ્માતમાં ફેરવવા માટે પુલ પરથી એકટીવા ફેંક્યું હતું. જો કે, પોલીસે તપાસમાં તુરંત જ આ હત્યા હોવાનું અનુમાન લગાવી 4 લોકોની ધરપકડ કરી લીધી છે. ACP રાજેશ બારિયાની રાજકોટમાં મહિલા પોલીસ સેલમાં નવનિયુક્તિ થઈ હતી. આ નિયુક્તિની સાથે તેમના માટે એક દુઃખદ સમાચાર પણ સામે આવ્યા હતા. ACP રાજેશનું મૂળ વતન નર્મદા જિલ્લાના તિલકવાડાના માંગુ ખાતે છે. જ્યાં તેમના પિતાએ કેટલાક લોકોને નાણા ઉછીના આપ્યા હતા. તેમના પિતાનું નામ સનાભાઈ નાનાભાઈ બારિયા હતું.
આ ગુનાના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીના આધારે LCB ટીમને માહિતી મળી હતી. જેમાં (1) અલતાફખાન ઝાકીરહુસેન ઘોરી (2) સદ્દામહુસેન ઝાકીરહુસેન ઘોરી (3) અશરફખાન રસુલખાન ઘોરી (4) અન્ય એક કિશોર (તમામ રહે ચુડેશ્વર )એ આ મર્ડર કરેલો હોવાની ચોક્કસ બાતમી મળતા બાતમીના આધારે આ ચારેય આરોપીઓને યુક્તિ-પ્રયુક્તિ થી પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ અગાઉ ઝઘડાની અદાવત રાખીને આ મર્ડર કરેલ હોવાની કબૂલાત કરતાં આરોપીઓએ મર્ડર કેસમાં વાપરેલ હથિયાર તેમજ મરનાર શનભાઈની સોનાની ચેન અને નાખી દીધેલ મોબાઇલ ફોનને રિકવર કરી ગણતરીના કલાકોમાં મર્ડરના અનડીટેકટ ગુના ને ડીટેકટ કરીને તમામ આરોપીની અટક કરી તિલકવાડા પોલીસ સ્ટેશનમાં લાવ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા