હિંમતનગર તથા ખંભાતમાં રથયાત્રા પર હુમલાની ઘટના બની હતી. દ્વારકામાં ઝંડી સળગાવીને છમકલું થયું હતું. ચૂંટણીના વર્ષમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનું સરકારનું માનવું છે. તેને પગલે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
પૂર્વયોજીત ષડયંત્ર હતું કે, કેમ તેની તપાસ માટે એટીએસે પણ ઝુકાવ્યું હોવાના નિર્દેશ છે અને તેના ભાગરૂપે પકડાયેલા મૌલવી વગેરેની પુછપરછ કરવામાં આવશે. બીજી તરફ ખંભાતની પથ્થરમારા ઘટના વિશે 61 લોકો સામે નામજોગ ફરીયાદ કરવામાં આવી છે. ઉપરાંત 61 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જો કે શાંતિપૂર્ણ હિમતનગર ની શાંતિ ને આ રીતે ડહોળવા નો પ્રયત્ન કરનાર સામે હિમતનગર અનેસ્મ્ગ્ર જીલ્લા ના લોકો એ ફિટકાર ની લાગણી પ્રદર્શિત કરી છે. પ્રત્યક્ષ દર્શીઓના કહેવા પ્રમાણે આ એક પુર્વાનીયોજિત કાવતરું હતું. પણ સરકારે આ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ