અમદાવાદ: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(ABPSS)દ્વારા #અમદાવાદ (શાહીબાગ)ખાતે યોજવામાં આવી.જેમાં અમદાવાદ જીલ્લામાંથી તમામ મીડિયામાંથી(ઇલેક્ટ્રિક, પ્રિન્ટ) તમામ પત્રકારો સામેલ થયા હતા..

ABPSSના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયાએ વધુમાં જણાવ્યું કે પત્રકાર સુરક્ષિત તો સમાજ સુરક્ષિત, આ મિટિંગમાં પત્રકારોની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવે તેવી હાકલ કરવામાં આવી સાથે સાથે હાજર પત્રકારોના મંતવ્ય સાંભળી ABPSSના હોદેદારોએ તેના ઉકેલ લાવવા અને ભવિષ્યમાં પત્રકારોને કોઈપણ મુશ્કેલી હોય તો અંગત તકલીફ સિવાયની તમામ તકલીફો માટે સહકાર આપવા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ ખાતરી આપી હતી તેમજ પત્રકારોના બાળકોને શાળામાં ફી માં રાહત મળે તેમજ મેડિકલમાં પણ પત્રકારોના પરિવારજનોને લાભ મળે તેમ સ્કૂલો અને હોસ્પિટલો સાથે ABPSS એમ.ઓ.યુ કરશે તેવી વિષેશ જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં ABPSS અમદાવાદની ટીમ પણ જાહેરાત કરવામાં આવી જેમાં અમદાવાદ શહેર પ્રમુખ – પ્રભારી તરીકે સત્યેન્દ્ર મિશ્રા (સુજલ), ઉપપ્રમુખ – ભરતભાઈ દેસાઈ, સંજીવભાઈ રાજપૂત, મહામંત્રી – રિતેશ પૂજારા, ખજાનચી – દિલીપસિંહ વાઘેલા, સંગઠનમંત્રી – કુલદીપ ગઢવી, કાનુંની સલાહકાર – ભરતભાઈ કાપડિયા (એડવોકેટ)ની નિમણુક કરવામાં આવી હતી, સાથે સાથે અમદાવાદ જીલ્લા કોર કમિટીની પણ રચવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ABPSSના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા જેમાં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજયસિંહ પરમાર, મિંનહાઝ મલિક(ગુજરાત પ્રદેશ સંયોજક,સત્યેન્દ્ર મિશ્રા(સુજલ), અમદાવાદના નવ નિયુક્ત હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.