પુષ્પા ફિલ્મ જોઇને આવેલા કેટલાક કિશોરોએ ફેમસ થવાની લ્હાયમાં 24 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો . ફિલ્મની એવી અસર ચડી ગઈ હતી કે આ કિશોરોએ હત્યાનો વિડીયો બનાવ્યો અને તેને ઇન્ટરનેટ પર પોસ્ટ કરવાની યોજના પણ બનાવી નાંખી . વધુ વિગતો પ્રમાણે , ત્રણ કિશોર જહાંગીરપૂરી વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં તેમાંના એકે વિડીયો બનાવવાનો શરૂ કરી દીધો . બાકીના બે કિશોરોએ પીડિત વ્યક્તિને રોક્યો અને જયારે તેણે પૂછ્યું કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે ત્યારે એક કિશોરે તેને ડંડાથી મારવાનો શરૂ કરી દીધો . ત્યારબાદ બીજાએ પીડિતને પાછળથી પકડી લીધો અને ચાકૂ મારીને ત્રણેય ફરાર થઇ ગયા હતા . જહાંગીરપુરી પોલીસ મથકને દિલ્હી ઈબીજેઆરએમ હોસ્પિટલમાંથી જાણકારી મળી કે એક શિબૂ નામના વ્યક્તિને પેટમાં ચાકૂ મારવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઇ ગયું ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી …
Related Posts
*ભરૂચ: જંબુસરના ઉચ્છદ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો* અકસ્માતમાં નવ લોકોને ઇજાઓ પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108…
*જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં યોજાયું ‘શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન’* જીએનએ જામનગર: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક…
રાજ્યના 36 શહેરો પૈકી 18 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો
ન્યૂઝ બ્રેકિંગરાજ્યના 36 શહેરો પૈકી 18 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયોઆણંદ,દાહોદ, ગાંધીધામ,નડિયાદ, ગોધરામાં રાત્રિ કર્ફ્યૂ નહીંસુરેન્દ્રનગર,હિંમતનગર, પાલનપુરમાં રાત્રિ કર્ફ્યૂ હટાવાયોમોડાસા,રાધનપુર, કડી,…