જામનગર: જામનગર જિલ્લાના નવા એસપી તરીકે આઇપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુંએ ચાર્જ સંભાળ્યો હતો. પૂર્વ એસપી નિતેશ પાંડે આ અવસરે તેમને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે જામનગરની કાયદાના વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અને પડકારો પણ રહેલા છે
ખાસ કરીને જામનગરમાં ભૂમાફિયાઓનો ત્રાસ મુખ્ય સમસ્યા છે જોકે અગાઉના આઇપીએસ દીપન ભદ્રન દ્વારા ભૂમાફિયા પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાર બાદ નિતેશ પાંડે દ્વારા પણ તે કાર્યશેલી જાળવી રાખી હતી. છતાં પણ હજુ ક્યાંકને ક્યાંક ભૂમાફિયાઓ નો આંતક જામનગરમાં જોવા મળી રહ્યો છે તે વાતમાં કોઈ મત નથી.
પ્રેમસુખ ડેલું અમદાવાદના ડીસીપી તરીકે પોતાના કામથી લોકોમાં સારી ચાહના મેળવી ચુક્યા છે. તેઓ અમદાવાદમાં હતા ત્યારે બુટલેગરોની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ફેરવી અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી હતી. ત્યારે જામનગરમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પ્રેમસુખ ડેલું તમામ પ્રકારની કાર્યવાહી કરશે તેઓ તેવી આશા જામનગર વાસીઓ સેવી રહ્યા છે..જામનગરના એસપી પ્રેમસુખ ડેલું એક સામાન્ય પરિવારમાંથી આવતા આઈપીએસ અધિકારી છે અને દીપેન ભદ્રન, નિતેશ પાંડે બાદ ત્રીજીવાર જામનગર શહેરને એક બાહોશ નીડર અધિકારી મળ્યા છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તમામ પ્રકારના પગલાં લેશે તેવું પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું છેજામનગર એસપીનો ચાર્જ સંભાળતા સમયે પૂર્વ એસપી નિતેશ પાંડે સહિત શહેરના તમામ પીઆઇ, પીએસઆઈ સહિત એસપી ઓફિસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિતેશ પાંડેની દ્વારકાના એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને તેઓ દ્વારકા ખાતે ચાર્જ સંભાળશે..