નેધરલેન્ડ ખાતે ટ્યૂલિપ ફુલને “મૈત્રી” નામ આપતા ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

એમ્સટર્ડમ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે બપોરે નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમ પહોંચ્યા હતા જ્યાં તેમણે ક્યુકેનહાફમાં વિશ્વ પ્રસિદ્ધ ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લીધી હતી. ભારત અને નેધરલેન્ડ વચ્ચેના 75 વર્ષના રાજદ્વારી સંબંધોને પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રપતિ કોવિંદે ટ્યૂલિપની ફુલની એક પ્રજાતિને “મૈત્રી” નામ આપ્યું હતું.

આ અવસરે ટ્યૂલિપ ગાર્ડનમાં સંબોધિત કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, “આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધોમાં એક નવું ફુલ ખીલશે. અમે આ ટ્યૂલિપ ફુલનું નામ “મૈત્રી” રાખ્યું છે જેનો અર્થ મિત્રતા થાય છે. આ અનોખી પહેલા માટે હું નેધરલેન્ડની સરકારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત અને નેધરલેન્ડના લોકો વચ્ચેની મિત્રતા અને સંબંધોને મજબૂત કરવાની દિશામાં તે પ્રેરિત કરશે. ”રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે નેધરલેન્ડમાં આવીને તેમને પ્રસન્નતા થઇ રહી છે. આ પ્રવાસ મેં આપણા બન્ને દેશના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠના વિશેષ અવસરે કર્યો છે. હું યુરોપના ક્યુકેનહાફ ગાર્ડન અને વિશ્વ પ્રસિદ્ધ ટ્યૂલિપના ઘરમાં આવીને અત્યંત ખુશ છું. આ ગાર્ડન દર વર્ષે લાખો મહેમાનોને આમંત્રિત કરે છે અને નેધરલેન્ડમાં વસંત ઋતુનું આગમન થાય છે. તે બાગબાની ક્ષેત્રે ડચ લોકોની નિપૂણતાને પ્રદર્શિત કરે છે જે તેને વિશ્વનો સૌથી મોટો ટ્યૂલિપ ઉત્પાદક અને નિર્યાત કરનારો દેશ બનાવે છે. ક્યુકેનહાફ ગાર્ડનને યુરોપનો બગીચો પણ કહેવામા આવે છે

જે વિશ્વના સૌથી મોટા ફુલોના બગીચા પૈકી એક છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર , ક્યુકેનહાફ પાર્ક 32 હેક્ટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે અને લગભગ 7 મિલિયન ફુલો છે.ક્યુકેનહાફ ગાર્ડનને ખાસ કરીને ટ્યૂલિપ માટે ઓળખવામા આવે છે અને અન્ય ફુલ જેમ કે હાઇઅસિન્થ, ડૈફોડીલ્સ, લિલી, ગુલાબ, કાર્નેશન્સ અને આઇરિસ પણ સામેલ છે. તે દક્ષિણ હોલેન્ડ પ્રાંતમાં હાર્લેમના દક્ષિણમાં એમ્સટર્ડમના દક્ષિણ પશ્વિમમાં “દૂન અને બલ્બ ક્ષેત્ર” નામના વિસ્તારમાં સ્થિત છે. આ બગીચાનું મેદાન ખાનગી કાર્યક્રમો અને તહેવારો માટે વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે

પરંતુ માર્ચથી મેના મધ્ય સુધી વિશ્વ પ્રસિદ્ધ 8 અઠવાડિયાના ટ્યૂલિપ ડિસ્પ્લે માટે સામાન્ય લોકો માટે ખુલુ રહે છે જેમાં એપ્રિલ મહિનામાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.