ગાંધીનગર: શ્રીમતી એમ. બી. પટેલ ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ, સેક્ટર 23 દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધા માંથી ગાંધીનગરની ધોરણ 8 માં અભ્યાસ કરતી કુમારી ખુશી દિપકકુમાર વ્યાસે મહેંદી સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે
અને ગુજરાત તેમજ બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે.મળતી માહિતી મુજબ ગુજરાતની દીકરી ખુશી વ્યાસ અવારનવાર વિવિધ સ્પર્ધામાં ભાગ લેતી આવી છે અને ખુબ સારા ઇનામો, સર્ટિફિકેટ, પ્રોત્સાહન પ્રાપ્ત કરી રહેલ છે. ભણતર ની સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ તે પોતાનું અને શાળાનું નામ રોશન કરી રહી છે અને આવનાર સમયમાં પણ તે વધુ આગળ વધી ગુજરાત અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન.