નર્મદા જિલ્લામાં10 કરોડના ખર્ચે 2 એકરમાંનવી સાયન્સ સિટીનું ન નિર્માણ થશે.SOU ના પ્રવાસીઓ માટે સાયન્સ સીટીનું નવું આકર્ષણ ઉમેરાશેબાળકોમાં સાયન્સ પ્રત્યેની રૂચિ પણ કેળવાશે- ડી.એ.શાહ,કલેક્ટર,
નર્મદા રાજપીપલા,
તા 28 નર્મદામા ટ્રાયબલ યુનિવર્સીટીઆવ્યા પછી જ્ઞાનવિજ્ઞાન ક્ષેત્રે શોધ સંશોધનમા રસ જાગૃત થાય અને વિજ્ઞાન પ્રત્યે લોકોમા આકર્ષણ વધે તે માટે હવે હાલ ગુજરાતમા એક માત્ર અમદાવાદ ખાતે જે પ્રકારની સાયન્સ સીટી ઉભી કરવામાં આવી છે એવી જ હવે બીજી નવી સાયન્સ સીટીએસપીરેશન ડીસ્ટ્રીક નર્મદામા પણ ઉભી થવા જઈ રહી છે.10 કરોડના ખર્ચે 2 એકરમાં સાયન્સ સિટીનું નર્મદામા નિર્માણ થશે.એનાથી નર્મદા જિલ્લામાં SOU ના પ્રવાસીઓ માટે સાયન્સ સીટીનું નવું આકર્ષણ ઉમેરાશેઆ અંગે રાજ્યના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગમાં મોકલેલી પ્રપોઝલને લીલીઝંડી મળી જતા જિલ્લા મથકની નજીકમાં જમીન શોધવાની પ્રક્રિયા શરૂથઈ જવા પામી છે આ પ્રોજેક્ટથી પ્રવાસન સાથે શિક્ષણને પણ વેગમળશેઆ દિશામા અંગત રસ લઈ રહેલા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ CSR ફંડ એકત્રિત કરીને પણ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને પાયાની સુવિધાઓ ઉભી કરી રાજ્ય અને કેન્દ્ર સરકારના નિતી આયોગ સહીત ખાનગી કંપનીઓ પાસે ફંડની માંગણી કરીને અઢળક સુવિધાઓ લાવ્યા છે. હવે કલેકટરના સંનીષ્ઠ પ્રયાસથીવિજ્ઞાન ક્ષેત્રે સુવિધાઓમાં વધુ એક પીછું ઉમેરાયું છે. જે સાયન્સ સીટીના રૂપમાં સાકાર થશે.હા,ગુજરાતમાં અદાવાદ બાદ હવે નર્મદા જિલ્લામાં બીજી સાયન્સ સિટીનું નિર્માણ થશે. સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાં સાયન્સ સિટીનો પ્રોજેક્ટ બનાવી પ્રપોઝલ સરકારમાં મોકલતા સરકાર દ્વારા મંજૂરી મળી છે અંદાજિત 2 એકર જમીનમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદામાં સાયન્સ સીટી બનશે.જિલ્લા મથકની નજીકના વિસ્તારમાં કેમ્પસ બનાવવા માટે 2 એકર જમીન શોધવાની પ્રક્રિયા ચાલી રહી છેસાયન્સ સીટી પ્રોજેકટની દરખાસ્ત જિલ્લામાંથી જ મુકવામાં આવી હતી. જેની રાજ્ય સકરારના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી તાંત્રિક મંજૂરી મળી ગઈ છે. રાજપીપળા અથવા આજુબાજુ એટલે કે જિલ્લા મથકથી નજીકના વિસ્તારમાં 2 એકર જેટલી જમીન શોધવાની પ્રક્રિયા ચાલુ છે.જેનાથી બાળકોમાં સાયન્સ પ્રત્યેની રૂચિ પણ કેળવાશેએમ ડી.એ.શાહ,કલેક્ટર,નર્મદાએ જણાવ્યું હતું.કેમ્પસમાં કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશેતે બાબતે પ્રકાશ પાડતા કલેકટરે જણાવ્યું હતું કેનવી બનનારી સાયન્સ સીટીમાં મુખ્યત્વે સાયન્સ ને લગતા વિવિધ પ્રોજેકટના મોડલ્સ, મેથેમેટિક્સના મોડલ્સ, એકવેરિયમ, મિરર મર્ઝ, વિવિધ કોમ્યુટર ગેમ શૉ, આકાશ દર્શન ફિલ્મ, સૂર્યમંડળ, કવિઝ કોમ્પિટિશન સહિત અનેક વિશેષતાઓ આ સાયન્સ સિટીના કેમ્પસમાં ઉપલબ્ધ થશે.આ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારના છાત્રોમાં સાયન્સ પ્રત્યે વધુ રૂચિ કેળવાશેનર્મદા જિલ્લામાં વર્ષોથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ ખુબ ઓછા હોય છે. ગણિત વિજ્ઞાન વિષયોનું પરિણામ પણ ખુબ નીચું જોવા મળે છે. જેથી આ વિસ્તારના આદિવાસી બાળકોને ગણિત વિજ્ઞાન વિષયમાં રુચિ કેળવાય એક સાયન્સ સીટી જિલ્લામાં હોય તેની મુલાકાત બાળકો વારંવાર લે પ્રયોગો અને ટેક્નોલોજીના નમૂનાઓ જુવે શીખે. ધીમે ધીમે ગણિત વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય આ સાથે સાયન્સ સીટી પ્રવાસન સ્થળ પણ બની રહે એવી સુંદર સાયન્સ સિટીનું નિર્માણ હવે નર્મદામાં થશે.આ પ્રોજેક્ટથી વિજ્ઞાન રસીકોમા આનંદની લાગણી જન્મી છે.
તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા