જામનગર: જામનગર સીટી “એ” ડિવિઝન પોલીસ મથકના દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ એન. વી.હરિયાણીને મળેલ બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ સાથે એક શખ્સને કાર સહિત ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ જામનગર સીટી “એ”ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. એમ.જે.જલુની સુચના અને માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ એન. વી. હરિયાણી સહિતનો પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પીએસઆઇ હરિયાણીને ચોક્કસ બાતમી મળેલ કે, રાજકોટ થી જામનગર શહેરમાં એક શેવરોલેટ કાર દારૂની હેરાફેરી કરે છે અને તે કાર જામનગર શહેરમાં આવી રહેલ છે.
ચોક્કસ બાતમી મળતા, ચોકી સ્ટાફે જામનગરમાં કાલાવડ નાકાની બહાર મટન માર્કેટ પુલ પાસે વોચ ગોઠવીને, સેવરોલેટ કાર રોકી તલાશી લેતા, તે કારમાંથી વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ મળી આવતા કાર સહિત એક ઈસમનરેન્દ્રકુમાર ઇન્દ્રપાલ રાજપૂત, ઉ.વ. 31 રહે.કહાટા હમીરપુર ગામ પરાસર, પોસ્ટ તહશીલ -કાલપી, જિલ્લા -જાલોન, ઉત્તરપ્રદેશ, હાલ રહે. ભવાનીગર બસસ્ટેન્ડ પાસે, જયપુર, રાજસ્થાન પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વિદેશી દારૂની ૨૪ બોટલ તથા એક કાર તથા એક થેલો સહિત કુલ રૂ!. ૧,૬૨,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં એન.વી.હરિયાણી તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, તજનીકભાઈ પાભર તથા રાજવંત સિંહ મટકા સહિતનો દરબારગઢ પોલીસ ચોકીનો સ્ટાફ જોડાયો હતો અનેબા કારને પકડવામાં સફળતા મેળવી હતી.