જામનગરમાં શહીદ દિવસ નિમ્મીતે પાંચ શહીદ પરિવારને સન્માન આપી વિરોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

જામનગર: 23 માર્ચ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે જે દિવસે ભારતના વીર સપૂતો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી અને આ વિરોએ પોતાના પ્રાણ દેશ માટે અર્પણ કર્યા. ભારતમાંની રક્ષા કાજે દેશને સુરક્ષિત રાખતા ભારતના વીર જાંબાઝ સેનાના જવાનો પોતાના પરિવારથી દૂર રહી જેઓ રાત દિવસ દેશ અને દેશની પ્રજાના રક્ષણની જવાબદારી ચોવીસ કલાક સરહદ પર તત્પર રહી પોતની અડગ ફરજ નિભાવતા હોય છે અને દેશના દુશ્મનોને દેશમાં ઘુસવા ન દેતા પોતાના પ્રાણ આપી તેઓના કિમીયા નાકામ બનાવે છે અને શહીદ દિવસે આ વીર સપૂતો માટે માન સાથે સન્માન આપવું એ ગર્વની વાત કહેવાય.

શહીદ દિવસ નિમ્મીતે જામનગર ખાતે સ્વ. શ્રમતી લતાબા અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેના સંચાલક ડૉ નયનાબા જાડેજા દ્વારા 5 વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે તેમના પરિવારજનોના સન્માનનો કાર્યક્રમ હનુમાન સત્સંગ હોલ, જામનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આંતરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પામેલ ગાયકો અને તેમના ઓરકેસ્ટ્રા દ્વારા દેશભક્તિના વિવિધ ગીતોના સુર સાથે શહીદ વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તો બીજી તરફ ઉપસ્થિત પરિવારજનોની આંખોમાં પોતાના શહીદ થયેલ પુત્ર, ભાઈ માટે આંસુ સાથે દેશ માટે શહીદ થયાનો ગર્વ આંખોમાં જોવા મળતો હતો અને તેઓએ આ સન્માન બદલ આયોજક નયનાબા જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.

દેશના દરેક નાગરિક ને એક વાત યાદ રહેવી જોઈએ કે દેશ માટે આ જવાનો પોતાનો જીવ આપે છે ત્યારે આજે આપણો દેશ અને દેશનો દરેક નાગરિક પોતાને સુરક્ષિત અનુભવે છે ત્યારે ક્યાંય પણ આવા સન્માન અને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો દરમ્યાન ત્યાં એકપળ માટે ઉપસ્થિત રહેવું એ પણ એક સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યાની અનુભૂતિ સાથે તેમાં સહભાગી બનવું તે આપણી એક ફરજ છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ.