ગાંધીનગર-કલોલગાંધીનગરના કલોલ ખાતે 24 માર્ચ ક્ષય દિવસની કરવામાં આવી ઉજવણી.

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે  24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી નિમિત્તે  ટીબી જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગર  દ્રારા કલોલ સીટી વિસ્તારમાં ટીબી જાગૃતિ રેલી કરવામાં આવી હતી જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ તેમેજ આરોગ્ય કચેરી કલોલના સ્ટાફે હાજરી આપેલ, રેલી દરમ્યાન ટીબી હારેગા દેશ જીતેગા,

મારું ગુજરાત ટીબી મુક્ત ગુજરાત, મારું ગાંધીનગર ટીબી મુક્ત ગાંધીનગર, મારું કલોલ ટીબી મુક્ત કલોલ ના નારા લગાવવામાં  આવેલ,  કાર્યક્રમના અંતે ટીબી મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડૉ. દિપક પટેલ, જિલ્લા ક્ષય અધિકારી શ્રી, ગાંધીનગર તેમજ સામાજિક અને રાજકી ક્ષેત્રે કાર્યરત મહાનુભાવો અને વ્યવસાયિક વર્ગના અગ્રણીઓએ પણ જાગૃતિ અભિયાનમાં જોડાઈને લક્ષ પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.